જંબુસર - કાવી રીંગરોડ ઉપર જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભુતિયા તથા સ્ટાફે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ વાહનો વિરૂદ્ધ કડકાઈ પુર્વક કામગીરી હાથ ધરી વાહન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગનો 1 કેસ, ઈ.મેમો 14 તથા 10 વાહન ચાલક પાસેથી સ્થળ પર દંડ વસુલ કરવામા આવ્યો હતો.
જંબુસર કાવી રીંગરોડ ઉપર જંબુસર એસ.ટી.ડેપો સર્કલ થી ટંકારી ભાગોળ સર્કલ સુધી નવીન માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી હોય તે સંદર્ભે વહીવટીતંત્ર તરફ્થી જાહેરનામુ બહાર પાડી આ માર્ગ ઉપર કેટલાક નિયંત્રણ જાહેર કર્યા હતા. તેમ છતાંય આ માર્ગ ઉપર કેટલાક વાહન ચાલકો તથા માલિકો પોતાના વાહન ગેરકાયદેસર રીતે આડેધડ પાર્ક કરી દેતા હોય ટ્રાફ્કિજામ ની સમસ્યા સર્જાતી હતી. પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ભુતિયા તથા સ્ટાફે જંબુસર કાવી રીંગરોડ ઉપર ગેરકાયદેસર પાર્ક કરતા વાહન ચાલક, માલિક વિરુદ્ધ કડકાઈ પુર્વક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જાહેરનામા ભંગનો 1 કેસ, ઈ.મેમો 14, સહિત 10 વાહનચાલકો પાસેથી સ્થળ દંડ વસુલ કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રજાજનોને અપીલ કરી રીંગરોડ ઉપર ગેરકાયદેસર પાર્ક કરાતા વાહન વિરુદ્ધ કાર્યવાહી યથાવત રહેશે અને જો કોઈ વાહન રીંગરોડ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતુ.










