જંબુસર તાલુકાના દેહગામ ગામે વકફ્ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ ગત 10-4-2025 ના રોજની તપાસ ટ્રસ્ટીઓ દ્વારા અટકાવી દેતા તે ટ્રસ્ટોની તપાસ ફરીથી કરવા દહેગામ ગામના મલેક ઇશાકભાઈ હસન અમીર દુલા, મલેક રફીક દાઉદ અલી,મલેક સાદીક રાજા ઈબ્રાહીમ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ગુજરાત વકફ્ બોર્ડ ગાંધીનગરને જાણ કરવા જણાવ્યું છે.


આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દહેગામ ગામમા આવેલ વકફ્ ટ્રસ્ટો મસ્જીદ દહેગામ બી-224 અને 242-ભરૂચ, મદરસા એ ઝિયાઉલ ઇસ્લામ દહેગામ-બી-840-ભરૂચ અને મુસ્લમાન ગરાસિયા પંચ-દહેગામ બી-217-ભરૂચ ના ટ્રસ્ટો મા ગેરરીતો ઓ થયેલ છે તે બાબત ની અરજીઓ વકફ્ એક્ટ-1995ની કલમ-70 મુજબ તપાસ કરવા માટે આપેલ હતી.તેના અનુસંધાને વકફ્ બોર્ડ ગાંધી નગર દ્વારા બેખત જુદી-જુદી તારીખો એ સુનાવણી રાખી ને અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા નોટીસો આપેલ તેમ છ્તા અરજદાર બન્ને તારીખો એ હાજર રહેલ અને વકફ્ ના ટ્રસ્ટીઓ એક તારીખ મા હાજર રહેલ પરંતુ વકફ્ બોર્ડે આપેલ નોટીસ મુજબ ના પુરાવાઓ (ડૉકયુમેંટ) રજુ ના કરતા વકફ્ બોર્ડ ના ચેરમેને અમારા ગામના વકફ્ ટ્રસ્ટોની તપાસ વકફ્ બોર્ડની પેનલ સભ્ય તોફ્કિ ભાઇ વ્હોરા ને સોપેલ હતી.તેમા તા.10/4/25 ના રોજ વકફ્ બોર્ડના અધિકારી તપાસ માટે દહેગામ ગામે આવેલ પંરતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતા તપાસ થઈ શકી નથી. અને ગામના વકફ્ ટ્રસ્ટો મા લાખો રૂપીયાની ગેરરીતી થયેલ છે તેથી આપના માધ્યમ થી વકફ્ બોર્ડ મા જાણ કરી ફરીથી તપાસ કરાવવા અને ફરીથી તપાસ વખતે પોલીસ અધિકારીઓની હાજરીની વ્યવસ્થા કરાવવા માંગ કરી હતી.તેમજ ઉપર જણાવેલ વકફ્ ટ્રસ્ટો મા મોટા પાયે ગેરરીતીઓ થઈ રહેલ છે જેથી તાત્કાલિક ધોરણે તપાસ કરાવી હાલ ના પ્રમુખ અને સેક્રેટરી ને દુર કરવા જણાવાયું છે.


  • Follow us on: