જંબુસરના ઉચ્છદ સ્થિત પીજીપી ગ્લાસ કંપનીના હરઘર સ્વચ્છતા પ્રોજેક્ટ અંતર્ગત ઉચ્છદ ગજેરા ગામે આતાપી ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.
ગામ સુઘડ અને સ્વચ્છ બને તે માટે કંપની કર્મચારીઓ દ્વારા પણ શ્રમદાન કરવામાં આવ્યું હતું. બંને ગામની શાળાના બાળકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, કચરો કચરાપેટીમાં નાખો, ફ્ક્ત શાળા જ નહીં પરંતુ ગામ અને ઘરની નજીકના વિસ્તારોમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે સમજાવ્યું હતું. બાળકોમાં પહેલેથી જ સ્વચ્છતાના ગુણ કેળવાય અને રોજિંદા કાર્યનો ભાગ બને તે માટે ચિત્રકામ અને કચરો સંગ્રહ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્લાન્ટ એચ આર હેડ દિનેશ લોહાણા, વિશાલ ચૌહાણ, સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા.










