જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં ડર ફેલાયો હતો. અનેક પ્રવાસીઓએ આ હુમલા બાદ એડવાન્સમાં કરાવેલુ બુકિંગ રદ કરાવ્યું હતું. તે ઉપરાંત ટુર ઓપરેટરોએ પણ બુકિંગો રદ કર્યા હતાં. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાંથી કાશ્મીર પ્રવાસે જતી ટ્રાવેલ્સની બસો પણ કેન્સલ કરી દેવાઈ હતી. આ હુમલા બાદ સર્વત્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં લોકોએ હુમલાનો વિરોધ કરીને કાશ્મીર પ્રવાસે જઈને આતંકીઓને જવાબ આપવાની હાકલ કરી હતી.


[[$googlead]]

કાશ્મીર પ્રવાસે જઈને આતંકીઓને જવાબ આપવો જોઈએ

સુરતમાં આજે મહિલાઓ અને પુરૂષોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે હુમલાનો વિરોધ કર્યો હતો. તેમણે આતંકીઓના ઈરાદા સફળ નહીં થવા દઈએ જેવા ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. લોકોએ કહ્યું હતું કે, આતંકી હુમલા બાદ પણ લોકો કાશ્મીરની સાથે છે. કાશ્મીર આપણા દેશનો હિસ્સો છે. તેને એકલું ના છોડવું જોઈએ. લોકોએ કાશ્મીર પ્રવાસે જઈને આતંકીઓને જવાબ આપવો જોઈએ. આતંકીઓ ઈચ્છે છે કે લોકો કાશ્મીર ના આવે પણ હવે આતંકીઓને તેમના ઈરાદાઓમાં સફળ નહીં થવા દેવાય.

[[$alsoread]]

આપણે કાશ્મીરને એકલું ના મુકવું જોઈએ

સુરતમાં ભેગા થયેલા લોકોએ હાકલ કરી હતી કે, જેમ એક માં પોતાના દીકરાને એકલો નથી મુકતી તેમ આપણે કાશ્મીરને એકલું ના મુકવું જોઈએ. તે આપણા દેશનો એક અભિન્ન ભાગ છે. આપણે કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ. આતંકીઓ ઈચ્છે છે કે આપણે કાશ્મીર ના જઈએ પણ અમે કાશ્મીર પ્રવાસે જઈને આતંકીઓને જવાબ આપીશું. આતંકીઓને તેમના ઈરાદામાં સફળ નહીં થવા દઈએ.


  • Follow us on: