ગુજરાતથી ઘણા લોકો ઉનાળાના સમયમાં કાશ્મીર ફરવા ગયા છે અને ત્યાં થયેલા આતંકી હુમલામાં તેઓ ફસાઈ ગયા હોવાની વાત સામે આવી છે,રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા બે દંપતિ શ્રીનગરમાં અટવાઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે,રાજકોટના પ્રવાસી રુચિ નકુમે વર્ણવી આપવીતી અને કહ્યું અમને ગુજરાત પરત લાવો
રાજકોટના બે દંપતિ શ્રીનગરમાં અટવાયા
ગુજરાતના ઘણા પ્રવાસીઓ જમ્મૂ કાશ્મીરમાં અટવાઈ ગયા છે,લોકો ફરવા ગયા અને ત્યાં અટવાઈ ગયા હોવાની વાત સામે આવી છે,ત્યારે રાજકોટના દંપતીએ વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી છે,તેમણે કહ્યું કે,ઘટના ખુબ જ દુઃખદ, અમે પણ ગભરાયેલા છીએ,તો મોદી સાહેબને વિનંતી આવું કૃત્ય કરનારને છોડતા નહી અને ફરવાના તમામ સ્થળો સેનાની છાવણીમાં ફેરવાયા છે,JKથી ફ્લાઈટના ભાવ વ્યક્તિ દીઠ 25 થી 35 હજાર રૂપિયા ચાલી રહ્યાં છે.
મોટા ભાગના પ્રવાસીઓ ધીરે ધીરે કાશ્મીરથી નીકળી રહ્યાં છે
આ સમગ્ર ઘટના બનતાની સાથે પ્રવાસીઓમાં તો રોષની લાગણી છે અને તે લોકો હોટલની બહાર પણ નીકળતા ડરી રહ્યાં છે,પ્રવાસીઓ પોતાના વતન તરફ રવાના થયા છે પરંતુ મુખ્ય માર્ગ પર ભુસખ્લનને કારણે રસ્તોઓ પણ બંધ હાલતમાં છે, ટ્રેન-ફ્લાઈટમાં વેઈટિંગ ચાલી રહ્યું છે,તો ગુજરાત સરકાર 16 પ્રવાસીઓને પરત લાવશે આજ સાંજ સુધીમાં 16 પ્રવાસીઓ પરત આવી જશે.









