• લોકો પાણી પીવા માટે પરબે શોધે છે
  • પાણીની પરબ બાજુમાં જ ડસ્ટબીન જોવા મળ્યા
  • સેવા સદનમાં પાણી માટે વલખા મારતા લોકો

જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યા દિવસે-દિવસે જોવા મળી રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા શહેરની મહેસુલ સેવા સદનમાં પીવાના પાણી માટે એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. પરંતુ આ સેવા સદનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

લોકો પાણી પીવા માટે પરબે આવે છે

[[$googlead]]

જામનગર જિલ્લામાં હાલ સારો વરસાદ અને સૌની યોજના દ્વારા જળાશયોમાં પાણીની સ્થિતિ સારી છે. જેમાં મોટાભાગના જળાશયોમાં પાણી માટે ઉનાળામાં કોઈને તકલીફ ના પડે તેવી વયસ્થા છે. આ જળાશયોમાંથી જામનગર શહેરને પુરૂ પાડતા ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઇ છે. જેને કારણે જામનગર શહેરને આગામી ચોમાસા સુધી પાણીની તકલીફ નહિ પડે તેમ તંત્ર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ જામનગર શહેરના સેક્સન માર્ગ પર આવેલ મહેસુલ સેવા સદનમાં આવતા લોકો માટે પાણી ખૂટી ગયું હોય તો લોકો પીવા માટે પાણીના પરબે આવે તો છે પણ પાણી પીધા વગર પાછું જવું પડે છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

[[$alsoread]]

પાણીના પરબની બાજુમાં જ ડસ્ટબીન જોવા મળ્યા

મહેસુલ સેવા સદનમાં બે-બે પ્રાંત અધિકારી અને શહેરના અને ગ્રામ્ય વિસ્તારના મામલતદાર બિરાજે છે. જે કચેરીમાં સવારથી સાંજ સતત અરજદારોનો ધસારો રહે છે. કચેરીમાં પીવાના પાણીના સાસા છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોર સહિત બે મળી કુલ ત્રણ માળની કચેરીમાં એક ટોયલેટ બ્લોકમાંથી પાણી નથી આવતું. પાણી માટેનું કુલરનું કનેશન આપ્યું નથી. અહીંયા સબ રજીસ્ટ્રારની કચેરીમાંથી તો સરકારને લાખો રૂપિયાની આવક રળી આપતી કચેરીમાં પણ પાણીના પરબ પાસે કચરાપેટીઓ ઉભરાઈ રહી છે. વધુમાં પાણીના બદલે ખાલી નળ જોઈને અરજદારો ચોક્કી ઉઠે છે. અહીંયા મોટી સંખ્યામાં અરજદારો તેમના પ્રોપર્ટીના દસ્તાવેજ માટે, આવકના દાખલા માટે, સીટી સર્વે એમ અનેક કામ માટે આવે છે. પરંતુ તેમને પીવાના પાણીની અસુવિધાનો સામનો કરવો પડે છે અને બહારથી વહેંચાતુ પાણી લઇ પીવું પડે છે. ઓફિસમાં રાખવામાં આવેલ પીવાના પાણીનું કુલર ખરાબ હાલતમાં જોવા મળ્યું હતું અને પાણીના પરબમાં માત્ર પાન-મસાલાની પિચકારી જ જોવા મળી હતી અને પાણીના પરબની બાજુમાં જ ડસ્ટબીન જોવા મળ્યા હતા.

મહેસુલ સેવા સદનમાં પાણી માટે વલખા મારતા લોકો

જોકે આ બાબતે સંદેશ ન્યૂઝ દ્વારા મહેસુલ સેવા સદનમાં મામલતદાર કે કર્મચારીને પુછાતા તેઓએ કેમેરા સામે કઈ કહેવાનો ઇનકાર કર્યો હતો અને મુખ્ય અધિકારી હરહંમેશની જેમ મિટિંગોમાં વ્યસ્ત હોવાને કારણે જવાબ આપી શક્યા ના હતા. સમગ્ર ગુજરાતમાં પાણી માટે કોઈ પણ શહેર-ગામડાને તકલીફ ના પડે તે માટે અનેક આયોજન સરકાર કરી રહી છે. અને નર્મદાનું પાણી દરેક શહેર અને ગામડામાં મળી રહે તેવા આયોજન કરવામાં આવે છે. પરંતુ જામનગર શહેરમાં મહેસુલ સેવા સદનમાં પાણી માટે વલખા મારતા લોકો માટે સરકાર ક્યારે આ સુવિધા શરુ કરશે તે જોવાનું રહ્યું છે. 

  • Follow us on: