ગુજરાતમાં ખાલી કહેવા પૂરતી જ દારુબંદી છે. કેમ કે, ગુજરાતમાં દારુ પ્રતિબંધિત હોવા છતાં પણ બુટલેગરો દારુનો વેપાર કરતા હોય છે. લોકોને નશાની લત લગાવીને તેમનું ઘર બરબાદ કરી નાખતા હોય છે.ત્યારે અવારનવાર પોલીસ રેડ પાડીને દેશી દારુ બનાવતા લોકો સામે કાર્યવાહી કરે છે. ત્યારે જામનગર પંથકમાં નકલી દારુની મીની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આરોપીઓ નકલી વિદેશી દારુ બનાવતા હોવાનું સામે આવ્યું હતું.


[[$googlead]]

નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ

મળતી માહિતી મુજબ જામનગર પંથકમાંથી કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી પર LCBએ દરોડો પાડ્યો હતો. જ્યાં નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ હતી. LCB પોલીસે દરોડો પાડી નકલી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. તો કહી શકાય કે,આ નકલી દારુ પીને લોકોના મોત પણ થઈ શકે છે. આ 3 આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. તેઓ કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવીને નકલી દારુ બનાવતા હોવાનું પણ સામે આવ્યું હતું.

[[$alsoread]]

પોલીસે 3 શખ્સોને દબોચ્યા

નકલી દારુ બનાવતા 3 આરોપીઓને LCB પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કનસુમરા ગામ નજીક LCBએ પાડેલી રેડમાં તેમને મીની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં સ્પિરિટ 59 બોટલ નકલી દારૂ સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા. તો પોલીસે 3 આરોપીને ઝડપી લઈને તેમને કેટલો દારુ બનાવ્યો અને વેચ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.


  • Follow us on: