- વીરપુરમાં જૂથ અથડામણમાં 30 વર્ષીય યુવકની હત્યા
- બે જૂથ વચ્ચે અથડામણમાં 10 જેટલા લોકો ઘાયલ
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
જામજોધપુરના વિરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક યુવકની હત્યા થઇ છે, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ, જામનગરમાં આવેલા જામજોધપુરના વિરપુરમાં 2 જૂથો વચ્ચે ઘાતક હથિયારોને લઇ ઘર્ષણ થયું હતું. આ જૂથ અથડામણમાં 30 વર્ષીય વીરા પાલાભાઈ કાપરીયાની હત્યા થઇ જ્યારે 10 જેટલાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.










