• કાલાવડ તાલુકાના બાલભંડી ગામનો બનાવ

  • ફાયર વિભાગે બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા
  • બંન્ને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયો

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી તળાવોમાં ડૂબકી લગાવીને રાહત મેળવવાનો પ્રયાસ કરતાં હોય છે. જોકે, ઘણીવાર આવું કરવું ઘણા લોકો માટે જીવલેણ સાબિત થતું હોય છે. ત્યારે, આવી જ એક ઘટના જામનગરથી સામે આવી છે જ્યાં નદીના પાણીમાં ડૂબી જવાને કારણે બે બાળકોના કરૂણ મોત થયા છે.

ઘટના છે જામનગરમાં કાલાવડ તાલુકાના બાલભંડી ગામની જ્યાં નદીમાં બે બાળકોના ડૂબી જતાં મોત થયા છે. બે બાળકો ગરમીથી રાહત મેળવવા માટે નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા અને પાણીમાં ગરકાવ થઈ જતાં બન્નેના મોત થયા હતા.

જાણવા મળી રહ્યું છે કે કાલાવડ તાલુકાના બાલભંડી ગામમાં પરપ્રાંતીય પરિવાર ખેત મજૂરી માટે આવ્યો હતો. માતા પિતા ખેતરમાં મજૂરી કામે ગયા હતા તે દરમિયાન એક બાળક અને એક બાળકી સ્થાનિક નદીમાં નાહવા ગયા હતા. નાહતી વખતે બને બાળકો ડૂબી ગયા હતા. જોકે માતા પિતાને લાંબો સમય સુધી બંને બાળકો ન દેખાતા તેમણે બાળકોની શોધખોળ આદરી હતી. આખરે બંને બંને બાળકો નદી માંથી મળી આવ્યા હતા. બંને બાળકોને પાણીમાં ડૂબેલા જોઈ પિતાએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

બાદમાં, ટૂંક સમયમાં દોડી આવેલ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્ને બાળકોને તાત્કાલિક કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં કલાવડ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને બંને બાળકોના મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી. તો, અચાનક પરિવારના બંને બાળકોના મોત થયા ખારવા ગામના પરપ્રાંતીય પરિવાર પર આભ ફાટયું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક બાળકોમાં દીકરા ચિરાગ સુનિલ ભુરિયાની ઉંમત માત્ર 7 વર્ષ અને દીકરી શ્વેતા સુનિલ ભૂરીયાની ઉંમર માત્ર 6 વર્ષની હતી.


  • Follow us on: