• નાઘેડી પાસે કરાયેલા નાશ દરમ્યાન પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરી
  • જામનગરના ત્રણેય ડિવિઝન અને રેલ્વે તંત્રએ પકડેલા દારૂના જથ્થાનો નાશ કરાયો
  • સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયો સૌથી વધુ 64 લાખનો દારૂ

જામનગર શહેરના સીટી-એ, બી અને સી ડિવિઝન અને રેલ્વે પોલીસ પોલીસ દ્વારા કબ્જે કરાયેલ રૂા.1.33 કરોડની કિંમતના વિદેશી દારૂની 33,861 બોટલો ઉપર બુલડોઝર ફેરવી દઈને નાશ કરાયો હતો. નાઘેડી પાસે દારૂના જથ્થાના કરાયેલા નાશ સમયે પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી હાજર રહ્યા હતાં.


[[$googlead]]

[[$alsoread]]

જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રૂા.41,32,9૦૦ની કિંમતની વિદેશી દારૂની 95476 બોટલો તેમજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રૂા.64,99,2૦૦ની કિંમતની વિદેશી દારૂની 13,162 બોટલો અને સીટી સી ડિવિઝન વિસ્તારમાંથી રૂા.34,54,6૦૦ની કિંમતની વિદેશી દારૂની 13,181 બોટલો અને રેલ્વે પોલીસ દ્વારા રૂા.2.42 લાખની વિદેશીદારૂની 2355 બોટલો મળીને કુલ ૦3, 841 બોટલો કબ્જે કરી હતી.


પોલીસે કબ્જે કરેલ દારૂના જથ્થાની રૂા.1, 33,19, 645 કિંમત થાય છે, જે તમામ જથ્થા પર આજે જામનગર ખંભાળીયા ધોરી માર્ગ પર નાઘેડી ગામ નજીક સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેમાં જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી વડા વસાવા, હોય પોલીસ ડિવિઝનના પોલીસ અધિકારીઓ તેમજ નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં દારૂના 1.33 કરોડના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો.


  • Follow us on: