સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યાં છે ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમથી લોકોને જાગૃત કરવા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 40 થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે.
જામનગરમાં 40થી વધુ બેનરો સાયબર ક્રાઈમના લાગ્યા
જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે મહેનત કરી રહ્યાં છે. સાયબર ક્રાઈમના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમ છતાં દિવસે ને દિવસે નવતર રીતે સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોની ફરિયાદો આવતી રહી છે, ત્યારે લોકો સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ ન બને તે માટે શહેરના જીજી હોસ્પિટલ, ડીકેવી સર્કલ, શરુ સેક્શન રોડ, વિરલ બાગ , સહિતના વિસ્તારોમાં 40 થી વધારે બેનરો લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ જામનગર સાયબર પોલીસ દ્વારા શહેરના જે લોકો ઓન લાઈન છેતરપિંડીના શિકાર બન્યા હતા તેવા લોકોને તેના એકાઉન્ટમાં પરત રૂપિયા અપાય હતા જેની કિંમત 1 કરોડથી વધુની રકમ હતી. ખાસ કરીને યુવાનો આવા સાયબર ક્રાઈમના ગુનાઓનો ભોગ બનતા અટકે અને જાગૃત થાય તે હેતુથી લગાવવામાં આવી રહ્યાં છે. જે લોકો ભોગ બન્યા હતા અને આ કામગીરી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. તેમજ તેઓની ટીમ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.









