જામનગર સ્થિત રિલાયન્સના સ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીના 93માં જન્મ દિવસ અને રીફાઈનરીને 25 વર્ષ પુર્ણ થતાં હોવાથી યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં જામનગર એરપોર્ટ ખાતે બોલીવુડ સ્ટારનું છેલ્લા 3 દિવસથી આગમન થઈ રહ્યું છે.
આજે સલમાન ખાન અને તેમનો પરિવાર પણ આવી પહોંચ્યો છે.તા.27મીએ સલમાનના બર્થ ડેની જામનગરમાં ઉજવણી થઈ હતી. તા.28મી ડીસેમ્બરે રિલાયન્સ રિફાઈનરીના સ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીનો 93માં જન્મ દિવસ અને રીફાઈનરીને 25 વર્ષ પુર્ણ થતાં હોવાથી અંબાણી પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાશે. ત્રણેક દિવસથી જામનગર એરપોર્ટ ખાતે બોલીવુડ સ્ટાર સારા અલી ખાન, સૈફઅલી ખાનનો પુત્ર ઈબ્રાહીમ ખાન, ખુશી કપુર, હનીસીંઘ, અર્જુન કપુર સહિતના કલાકારો આવ્યા હતાં. રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણી, આકાશ અંબાણી, કોકીલાબેન અંબાણી, નિતા અંબાણી, શ્લોકા અંબાણી સહિતના પરિવારો પણ વિમાની મથકે ઉતર્યા હતાં. ત્યારે આજે જામનગર એરપોર્ટ ખાતે સલમાન ખાન, સોહિલ ખાન, તેમની માતા, આયુસ શર્મા, હેલન, રીતેશ દેશમુખ, જેનીફર દેશમુખ, અર્પિતા સહિતના કલાકરોનું આગમન થતાં તેઓનું દેશી રાસ-ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબા સીદીકીના પુત્ર પણ જોવા મળ્યો હતો.










