• જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ પ્રાથમિકથી કર્યું મતદાન

  • રાષ્ટ્ર હિતમાં મતદાન કરી લોકોને મતદાન કરવા કરી અપીલ
  • ભાવનગરના રાજવી પરિવારે પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

    આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને રાજવી પરિવારો દ્વારા મતદાન કરવામાં આવ્યું. જેમાં, જામનગરના જામસાહેબ દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની ફરજ અદા કરવામાં આવી. 

    જામનગરના જામસાહેબે કર્યું રાષ્ટ્રહિતમાં મતદાન 

    જામનગરના રાજવી જામસાહેબ દ્વારા મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ પ્રાથમિક શાળાથી જામસાહેબે મતદાન કર્યું હતું. જામસાહેબ શત્રુશલ્યજીએ મતદાન કર્યા બાદ જામનગર વાસીઓને જય માતાજી કહ્યા હતા અને રાષ્ટ્ર હિતમાં મતદાન કર્યું અને હજુ સમય થોડો બાકી હોવાથી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

    ભાવનગરના રાજવી પરિવારે પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

    ભાવનગરના સિધ્ધિ શેઠ,જયરાજસિંહ ઝાલા તેમજ શુભમ વ્યાસ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના અવસરમાં બન્યાં સહભાગી હતા. લોકશાહીના પર્વને લઈને ખાસ કરીને યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે, ભાવનગર શહેરી વિસ્તારના સિધ્ધી શેઠ દક્ષીણા મૂતિ સ્કૂલ ખાતે, જયરાજસિંહ ઝાલા મિલેટ્રી સોસાયટી ખાતે તેમજ શુભમ વ્યાસ વડવા વિસ્તારના મતદાન મથકે પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના આ અવસરમાં સહભાગી થયા હતાં.


    • Follow us on: