• ચારધામની યાત્રામાં જેનો સાથ હતો તે જ છૂટી ગયો છતાં પત્ની હિંમત ના હારી

  • ગંગોત્રી દર્શન કરી પત્નીની નજર સામે જ ઢળી પડયા
  • મૃતદેહને માઈલો દૂરથી ગાંધીનગર લવાયો અને અંતિમસંસ્કાર કર્યા

ચારધામની યાત્રાએ ગયેલા ગાંધીનગરના બિઝનેશમેનનું પત્નીની નજર સામે જ મોત નિપજયુ હતું. બનાવ ગંગોત્રી ખાતે બન્યો હતો. જ્યાં દંપતી એકલુ જ હતું. પતિની અચાનક વિદાયથી પત્ની પર આભ ફાટી પડયુ હતું. જોકે, પત્નીએ હિંમત હારી નહતી. તેઓએ પતિની અંતિમસંસ્કાર ગાંધીનગર જ કરાવવાનો નિર્ણય લીધો હતો. સ્ત્રીશક્તિના આ નિર્ણયમાં કુદરત પણ સાથે હોય તેમ ગણતરીની કલાકોમાં મૃતકને ગાંધીનગર લાવવા માટેની અઘરી ગણાતી તમામ પ્રક્રિયાઓ ફટાફટ કોઇપણ પ્રકારની અડચણ વગર પુર્ણ થઇ હતી. મૃતદેહને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેઓનો પરિવારજનની હાજરીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભાટ ગામના જૈમીન વસંતભાઇ દરજી તાજેતરમાં પત્ની સાથે ચારધામની યાત્રાએ ગયા હતા. જૈમીનભાઇ બિઝનેશમેન હતા. તેઓ ગંગોત્રી પહોંચ્યા ત્યારે તબીયત લથડી હતી. આ મામલે તેમના સાળા ધીરજભાઇએ જણાવ્યુ કે, ગંગોત્રી પહોંચ્યા બાદ તેઓએ દર્શન પણ કર્યા પરંતુ અચાનક તેઓની તબીયત લથડી અને ઢળી પડયા હતા. આ બનાવ તેમના પત્નીની હાજરીમાં નજરસમક્ષ બન્યો હતો. ઘટનાથી જૈમીનભાઇના પત્ની પર આભ ફાટી પડયુ હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું. એક તરફ પતિનો નજર સમક્ષ મૃતદેહ અને બીજીતરફ પરિવારના તમામ સભ્યોની ગેરહાજરી. આ સ્થિતીમાં કોઇપણ પાષાણહૃદયનો માણસ પણ માનસીક રીતે તુટી જાય. પરંતુ જૈમીનભાઇના પત્નીએ હિંમતહારી નહતી.

સ્થાનિક લોકોએ મૃતદેહને ગાંધીનગર લઇ જવાનું ભારે મુશ્કેલભર્યુ અને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવાથી સમય પણ લાગે તેવી શક્યતા વ્યક્ત કરીને તેઓને અહિં જ અગ્નિસંસ્કાર કરવાની સલાહ આપી હતી. પરંતુ જૈમિનાભાઇના પત્નીએ પતિના અગ્નિસંસ્કાર ગાંધીનગર જ કરવાની મનમાં ઇચ્છા ધારણ કરી હતી. કુદરત પણ આ નિર્ણય સાથે જૈમિનભાઇના પત્ની સાથે હોય તેમ જૈમિનભાઇના મૃતદેહને એક જ દિવસમાં ગાંધીનગર લાવવાની અશક્ય ગણાતી પ્રક્રિયા કોઇપણ પ્રકારના વિઘ્ન વગર પુર્ણ થઇ હતી. આ માટે ગાંધીનગરના કોંગ્રેસના આગેવાન નિશિત વ્યાસે મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી. આ મામલે નિશિત વ્યાસે જણાવ્યુ હતુકે, જૈમિનભાઇના મૃતદેહને ગાંધીનગર લાવવામાં ત્યાના સ્થાનિક બે યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓને જ્યારે આ બાબતની જાણ થઇ ત્યારે પોતાના સંપર્ક મારફત ઉપરોક્ત બંને યુવાનોને ઘટનાથી વાકેફ કર્યા હતા. તેઓએ પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાયેદસરની પ્રક્રિયાથી લઇને મૃતદેહને ફ્લાઇટનો ટાઇમ થઇ ગયો હોવા છતા ગણતરીની મિનીટોમાં જ મૃતદેહને દહેરાદુન એરપોર્ટ ખાતે પહોંચાડી ગાંધીનગર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોઇપણ પ્રકારના રાજકિય લાભનો વિચાર કર્યા વગર માત્ર સેવાકરવાની ભાવના સાથે આ યુવાનોએ ઉપરોક્ત સેવા કરી હતી. જે હાલમાં માત્ર મતબેંકને ધ્યાનમાં રાખીને સેવા કરવાનો ડોળ કરતા લોકો માટે ઉદાહરણરૂપ ઘટના છે.


  • Follow us on: