- નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ કર્યો આપઘાત
- જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું
- અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે કરી હતી ધરપકડ
અમદાબાદમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે. જેમાં નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી છે. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ કરી હતી.
માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતુ
અગાઉ મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતુ. મોહિની કેટરસે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું. ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી.
પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો
અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશનર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.
ભેળસેળીયા કૌભાંડીઓએ પ્રસાદને પણ બાકી ના મુક્યો
ભેળસેળીયા કૌભાંડીઓએ પ્રસાદને પણ બાકી ના મુક્યો. જેમાં અંબાજી પ્રસાદનું કનેકશન અમદાવાદમાં સામે આવ્યું હતુ. અમદાવાદના માધુપુરામાં ભેળસેળીયા ઘીનું મોટું કૌભાંડ આવેલું હતુ. તેમાં મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદના માધુપુરામાં સુધી પહોંચ્યા હતા. અંબાજી પોલીસની ટીમ માધુપુરાના ગોડાઉનમાં સીલ માર્યું હતુ. યાત્રાધામ અંબાજીમાં બનતો મોહનથાળના સેમ્પલ ફેલ થયા હતા. ઘીનાં સેમ્પલ ફેલ થતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો.