• આજે રાજકોટમાં મળશે લેઉવા પટેલ સમાજની ટ્રસ્ટની બેઠક
  • પૂર્વ મંત્રી અને સમાજના પ્રમુખ જયેશ રાદડિયા રહેશે અધ્યક્ષ સ્થાને
  • ખોડલધામ નરેશ પણ આવશે અહીં

આજે સૌરાષ્ટ્રના રાજકારણ પર સૌની નજર છે. ખોડલધામ નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે ક્યાં તે અંગે પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે જયેશ રાદડિયાનું આ મામલે સૌથી મોટુ નિવેદન સામે આવ્યુ છે.

જયેશ રાદડિયાએ જણાવ્યુ છે કે, નરેશ પટેલ અંગે કે રાજકારણ અંગે આ બેઠક છે જ નહીં. આ બેઠક ટ્રસ્ટીઓની છે. તેમાં રાજકિય ચર્ચા થવાની નથી. મેં રાજકારણમાં રહીને સમાજનું નેતૃત્વ કર્યુ છે. નરેશ ભાઈએ નક્કી કરવાનું છે કે તેમણે શું કરવું. તે તેમનો વ્યક્તિગત મામલો છે. આ બેઠક માત્ર સામાજીક ચર્ચા થશે.

આજે રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક પૂર્વ મંત્રી અને લેઉવા સમાજના પ્રમુખ જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને મળવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીનું વર્ષની સાથે આ બેઠક યોજાવા જઇ રહી છે. બે વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં હાજરી આપશે

  • Follow us on: