પોરબંદરના સમુદ્રમાં જેતપુરનું ડાઇંગ ઉદ્યોગનું પ્રદૂષિત પાણી છોડવા બાબતે સામાજિક આગેવાનો અને માછીમારો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.ભૂતકાળમાં સામાજિક આગેવાનો અને "સેવ પોરબંદર સી" ગ્રુપ દ્વારા જેતપુરના ડાઇંગ ઉદ્યોગનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવાની યોજના રદ કરવા માટે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી હતી.


[[$googlead]]

આગેવાનોએ કર્યો વિરોધ

અનેક વિરોધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ સરકારે આંખ આડા કાન કર્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, હજુ પણ માછીમારો અને સામાજિક કાર્યકરો દ્વારા આ યોજનાનો આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે.પોરબંદરના સમુદ્રમાં ડાઇંગ ઉદ્યોગનું પાણી છોડવામાં આવશે તો સમુદ્રી જીવને મોટી નુકસાની થવાની શક્યતા છે જેના કારણે માછીમારોને આર્થિક રીતે ફટકો લાગવાનો ડર સતાવી રહ્યો છે.હાલ તો સામાજિક આગેવાનો અને માછીમારો ગાંધીજીએ માર્ગે વિરોધ કરી રહ્યા છે જો સરકાર દ્વારા પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો માછીમારો અને સામાજિક આગેવાનો રોદ્ર સ્વરૂપ ધારણ કરી અને વિરોધ કરશે.

[[$alsoread]]


તંત્ર નથી આપતું ધ્યાન

આ બાબતે સ્થાનિક આગેવાનો અને માછીમારોનું કહેવું છે કે અગાઉ પણ તંત્રને રજૂઆત કરી હતી તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,દરિયાના ચોખ્ખા પાણીમા દૂષિત પાણી ભેળસેળ થતા તેમા ગંદકી જોવા મળે છે સાથે સાથે દુર્ગંધ પણ મારે છે જેના કારણે માછીમારી કરવી પણ અઘરી પડે છે.તો દરિયાઈ જીવોને પણ નુકસાન થાય છે.દરિયામાં દૂષિત પાણી છોડવાને લઈ જીપીસીબી પણ ધ્યાન આપતું નથી,જેતપુરથી લઈ પોરબંદરના દરિયામાં આ પાણી છોડવામાં આવે છે.

  • Follow us on: