સુરતમાં સતત બીજા દિવસે રત્નકલાકારોનો વિરોધ યથાવત રહ્યો છે,જેમાં રત્નકલાકારોએ કામથી અળગા રહી વિરોધ કર્યો છે,કારીગરોનું કહેવુ છે કે,25 ટકા પગાર વધારો નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવામાં આશે અને પગાર વધારો ન થાય ત્યાં સુધી કામથી રહેશે અળગા તો કાપોદ્રા, વરાછા વિસ્તારમાં રત્નકલાકારોનો વિરોધ યથાવત રહ્યો છે.જ્યાં સુધી 25 ટકા પગાર વધારો નહિ કરવામાં આવે ત્યાં સુધી કામ પર નહી ચઢે.


[[$googlead]]

છેલ્લા બે દિવસથી કરી રહ્યા છે હડતાળ

ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગની માઠી બેઠી છે. હીરામાં ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અનેક રત્ન કલાકારો બેકાર બન્યા છે અને ઘણાએ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું છે. સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઇને જિલ્લા કલેકટરથી લઇને છેક મુખ્ય પ્રધાન સુધી રજુઆતો કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આજથી બે દિવસની હડતાલ પર ઉતર્યા છે.

[[$alsoread]]

સુરતના હીરા ઉધોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદી

સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરતુ કામ આપતા નથી.

હીરામાં હાલ મંદીનો જોરદાર માહોલ છે

વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી. આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકરોના વધતા આપઘાતના બનાવને લઇ રત્નકલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે. સુરતનો હીરા ઉદ્યોગમાં ભારે મદીને પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્નકલાકરો માગ કરી રહ્યા છે. જો અમારી માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 

  • Follow us on: