ગાંધીનગરની નર્મદા કેનાલમાં આપાતકાલીન સ્થિતિ સામે લડવા માટે સુરક્ષા એજન્સીઓની એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની છે. આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ એક્સરસાઈઝમાં ભાગ લીધો હતો. બધી સુરક્ષા એજન્સીઓએ મલ્ટી એજેન્સી HDAR એક્સરસાઈઝને યોજવામાં આવી છે. આ એક્સરસાઈઝમાં આપાતકાલિન પરિસ્થિતિમાં સંકટ સમયે લોકોની મદદ માટે સંકલન સાધવા હેતુથી આ એકસરસાઈઝનું આયોજન કરવામાં આવેલ છે.
સુરક્ષા એજન્સીઓની એક્સરસાઈઝ
ગાંધીનગરની નર્મદા કેનાલમાં આયોજિત મલ્ટી એજેન્સી HDAR એક્સરસાઈઝમાં આર્મી, NDRF, SDRF, ગુજરાત પોલીસ અને, NCC કેડેટ તેમજ મેમ્બર્સ ઓફ સિવિલ ડીફેન્સની ટીમોએ સંયુક્ત એક્સરસાઈઝ કરી છે. આ એક્સરસાઈઝનો ઉદ્દેશ લોકોને આપત્તિના સમયે શોધખોળ કરવી, મેડિકલ સારવાર આપવી, ઝડપી પ્રતિક્રિયા આપવી તે ઉદ્દેશ્ય સાથે કામગીરી કરવામાં આવી હતી.તો લોકોને સલામત સ્થળે પહોંચાડવા, શક્ય બને તેટલા લોકોને મુશ્કેલીમાંથી ઉગારવા માટે વિવિધ એજન્સીઓની સંયુક્ત ડ્રાઈવ યોજવામાં આવી છે.
સંયુક્ત એક્સરસાઈઝનો ઉદ્દેશ્ય
આ સંયુક્ત એક્સરસાઈઝમાં વાવાઝોડું, પૂર જેવી આપાતકાલીન સ્થિતિમાં શક્ય તેટલી લોકોને કઈ રીતે મદદ કરવી તેનો અભ્યાસ કરવામાં આવશે. આ ડ્રાઈવ થકી વિવિધ એજન્સીઓ એકબીજાની કાર્યકારી પ્રક્રિયાઓ, સંસાધનો અને પ્રતિભાવ પદ્ધતિઓથી પરિચિત થશે, જેનાથી તેઓ વાસ્તવિક કટોકટી દરમિયાન વધારે સારી રીતે સંકલન થઈ શકે. ડ્રાઇવમાં NDRF ટીમોએ ઊંડા ડાઇવિંગ, આર્મી એન્જિનિયરો દ્વારા દોરડા આધારિત સ્થળાંતર, ડ્રોન આધારિત આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી પણ કરવામાં આવશે.









