ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઈએસઆર) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ એમઓયુ હેઠળ, કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે જીયોલોજી, ભૂકંપ અને જીઓફિઝિક્સ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે.


[[$googlead]]

એકમાત્ર સંશોધન ઇન્સ્ટિટ્યૂટ છે

આઈએસઆર ભારતની એકમાત્ર સંશોધન ઇન્સ્ટિટ્યૂટ છે જે ભૂકંપ પર ઉચ્ચતરનું સંશોધન કરે છે અને એણે ગુજરાત જ નહીં, પરંતુ ભારતના વિવિધ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે.કચ્છ યુનિવર્સિટી અને આઈએસઆર વચ્ચેના સંયુકત સંશોધનની વાત કરીએ, તો કચ્છ યુનિવર્સિટીના જિયોસાયન્સ વિભાગના અધ્યાપકો અને આઈએસઆરના વૈજ્ઞાનિકોએ સંયુકત રીતે ભૂકંપ અને ક્વોટરનરી જિયોલોજી પર સફળતાપૂર્વક સંશોધન હાથ ધર્યું છે. છેલ્લા દોઢ દાયકાથી, કચ્છ યુનિવર્સિટીના ઘણાં વિદ્યાર્થીઓને તાલિમ, ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ માટે આઈએસઆર તરફ મોકલવામાં આવ્યા છે..

[[$alsoread]]

કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે લાભ

તાજેતરમાં, આઈએસઆર દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે પોતાના રિજનલ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે... આ સેન્ટરમાં, આઈએસઆર દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે વિવિધ પ્રકારની લેબોરેટરીઓનું નિર્માણ કરવામાં આવશે, તેમજ આઈસીઆરના વૈજ્ઞાનિકોની સાથે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જિયોલોજી તથા ભૂકંપ વિશેના વિવિધ અભ્યાસક્રમો ભણાવાશે..આઈએસઆરના વૈજ્ઞાનિકો અને કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા વિવિધ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે, જેનો સીધો લાભ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે.

કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડીના કાર્ય માટે તક મળશે

આ એમઓયુ દ્વારા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આઈએસઆરના વૈજ્ઞાનિકો દ્વારા જીયોલોજીના વિવિધ વિષયોમાં તાલિમ આપવામાં આવશે, તેમજ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આઈએસઆરમાં ટ્રેનિંગ, પ્રોજેક્ટ અને સંશોધનના વિવિધ પ્રોજેક્ટો પર કામ કરવાની તક મળશે. આ ઉપરાંત, આઈએસઆરના વૈજ્ઞાનિકોને કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડીની ગાઈડશીપ એનાયત કરવામાં આવશે, અને આઈએસઆરના વૈજ્ઞાનિકોની માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તથા આઈએસઆરમાં કામ કરતા નવનિયુક્ત વૈજ્ઞાનિકોને કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડીના કાર્ય માટે તક મળશે.

  • Follow us on: