• 9 દિવસની યાત્રામાં 9 વિધાનસભામાં જાહેર સભા યોજાશે
  • બાવળ ઉગાડનારી સરકારને કારણે વિકાસ નહોતો થતો - જે.પી.નડ્ડા
  • યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યાં

આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જે.પી.નડ્ડાએ બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ હાજર છે. તેમજ બહુચરાજીથી માતાના મઢ સુધી યાત્રા જશે. તેમજ યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યાં છે. તથા 9 દિવસની યાત્રામાં 9 વિધાનસભામાં જાહેર સભા યોજાશે.  

ગુજરાતની ધરતીએ વિકાસનાં નવા આયામ સર કર્યા

જે.પી.નડ્ડાએ બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવતા સભાને પણ સંબોધન કર્યું છે. જેમાં  જે.પી.નડ્ડાએ જણાવ્યું છે કે ગુજરાત ધાર્મિક ભૂમિ રહી છે. ગુજરાતે ઘણા સુધારકો આપ્યા છે. ગૌરવ યાત્રાની શરૂઆત કરાવવી મારા માટે સૌભાગ્ય છે. ગુજરાતની ધરતીએ વિકાસનાં નવા આયામ સર કર્યા છે. તથા ગુજરાતનાં લોકો ગૌરવ યાત્રાથી ગૌરવ અનુભવશે. તેમજ ગુજરાતે દેશ અને દુનિયાને અનેક મહાપુરૂષો આપ્યા છે. પહેલા અહીં બાવળનું જંગલ બનાવનારી સરકાર હતી. બાવળ ઉગાડનારી સરકારને કારણે વિકાસ નહોતો થતો. આ પ્રોએક્ટિવ, પ્રોપોઝિટિવ સરકાર છે.

 યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર
ઉલ્લેખનીય છે કે યાત્રા 13 ઓગસ્ટે કડી પહોંચશે. જેમાં કડી ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર હાજર રહેશે. તથા 14 ઓગસ્ટે મોડાસા ખાતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકર ચૌધરી હાજર રહેશે. તેમજ 15 ઓગસ્ટ વડનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સંજીવ કુમાર બાલિયાન અને ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર હાજર રહેશે. તેમજ 16 ઓગસ્ટ સિદ્ધપુર ખાતે કેન્દ્રીય સંજીવ બાલીયાન અને ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહેશે. અને 17 ઓગસ્ટે થરાદ ખાતે હરદીપસિંહ પૂરી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.
 
બહુચરાજીથી માતાના મઢ સુધી જશે યાત્રા
18 ઓગસ્ટ પાટણ ખાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી અને ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. તથા 19 ઓગસ્ટ ભચાઉ ખાતે કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકર ચૌધરી હાજર રહેશે. તથા 20 ઓગસ્ટે માંડવી ખાતે યાત્રાનો અંતિમ પડાવ હશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ અને ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહેશે.

  • Follow us on:

[[$googlead]]