- ગ્રામ્ય સેશન્સ કોર્ટ આગામી 21 ઓગસ્ટે આપશે ચુકાદો
- કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશે કરી છે જામીન અરજી
- તપાસમાં સાથ સહકાર આપવાની રજૂઆત સાથે અરજી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નબીરા તથ્ય પટેલના પિતાએ વચગાળાની જામીન અરજી કરી હતી. જેના પર આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટ હવે આગામી 21 ઓગસ્ટના રોજ ચુકાદો આપશે.
ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જીને 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે પ્રગ્નેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાની જામીન અરજી કરી હતી. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સર હોવાથી સારવાર માટે મુંબઈ જવાનું હોવાથી જામીન અરજી કરી છે. 23 ઓગસ્ટના રોજ મુંબઈની હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લીધેલી છે.
જોકે, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર પીડિતના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે પ્રજ્ઞેશ પટેલે ધરપકડથી અત્યારસુધી એક પણ વાર પોતાની બીમારીને લઈને કોઈ વાત કરી નથી. આ બીમારી અચાનક ઉભી થઇ હોવાની રજૂઆત પીડિતના વકીલે કરી હતી. જોકે, સમગ્ર મામલે આગામી 23 ઓગસ્ટના રોજ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ચુકાદો આપશે.









