- આજે ગણેશ જાડેજાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો છે
- કોર્ટની તારીખને લઈ તમામ આરોપીઓને રજૂ કરાયા
- સેશન્સ કોર્ટ દ્વારા 15 જુલાઈ આપવામાં આવી છે
ગણેશ જાડેજાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો છે. જેમાં કોર્ટની તારીખને લઈ તમામ આરોપીઓને રજૂ કરાયા છે. તેમાં સેશન્સ કોર્ટ દ્વારા 15 જુલાઈ આપવામાં આવી છે. ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી માર માર્યો હતો તે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મોટી મોણપરીમાં 6 જુલાઈએ સંમેલન મળશે
અગાઉ જૂનાગઢમાં ગણેશ જાડેજાના જામીન નામંજૂર થયા હતા. જેમાં આરોપી ગણેશ જાડેજાએ જામીન અરજી કરી હતી. તેમાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાના જામીન નામંજૂર કર્યા હતા. તથા ગણેશ જાડેજાએ દલિત યુવકને માર માર્યો હતો. તેમજ ગણેશ જાડેજાની દબંગાઇના વિરોધમાં સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં જૂનાગઢમાં સમસ્ત અનુ.જાતિ સમાજનું સંમેલન યોજાશે. તેમાં મોટી મોણપરીમાં 6 જુલાઈએ સંમેલન મળશે.
ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે
ગોંડલ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે રોષ ફેલાયો છે. તેમજ સંમેલનમાં આગામી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરાશે. જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઈક રેલી અંગે ચર્ચા થશે.જુનાગઢમાં તા. 6 જુલાઈના રોજ સમસ્ત અનુ. જાતિ સમાજનું સમેલન યોજાશે. જેમાં મોટી મોણપરીમાં કાર્યક્રમનું આયોજન થશે તેમજ બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાશે. ગુજરાતમાં દબંગગીરી સામે બાઈક રેલી યોજાશે. કાર્યક્રમમાં રણનીતિની ચર્ચા કરાશે. તેમજ ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે.
ગણેશ જાડેજા સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી મારમારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતં. ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે જુનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા.