રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હજી પણ હવામાન વિભાગે આગામી 7 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરી છે ત્યારે જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે. જુનાગઢમાં ભારે વરસાદ થતાં કેરીના સહિત અન્ય પાકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢની મુલાકાતે પહોંચ્યા છે.


કમોસમી વરસાદને લઈ કૃષિમંત્રીનું નિવેદન

કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢની મુલાકાતે પહોંચીને ખેડૂતોનાં પાકને થયેલા નુકસાન અંગે વાતચીત કરી હતી. કમોસમી વરસાદને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ કહ્યું છે કે, સરકારે સર્વેની કામગીરી શરુ કરી છે અને વરસાદના કરાણે ખેડૂતોને થયેલા નુકસાન પર સાહય આપવા પર નિર્ણય લેશે.

સાથે જ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી હૈયાધારણા પણ આપી હતી. જુનાગઢમાં કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. અન્ય પાકોને પણ માવઠાની અસર થઈ છે


  • Follow us on: