મોબાઈલ નેટનું વાઇફાઇ આપતા પહેલા ચેતી જજો. જો અજાણ્યા વ્યક્તિને મોબાઈલ નેટનું વાઇફાઇ આપ્યું તો તમે મુસીબતમાં આવી શકો છો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું જ ઇમેલ આઇડી હેક કરી યુવાને બેન્કમાં ઇમેલ કર્યા હતા.


ખોટી ઓળખ ઉભી કરનાર આરોપીની ધરપકડ

એક વર્ષ પહેલા જુનાગઢ સાયબર ક્રાઇમને આ મામલે બેંકમાંથી મેઇલ આવ્યો હતો. જેમાં સાયબર પોલીસ સ્ટેશન દ્વારા જે ઇ-મેલ આઇડીથી મેઈલ મોકલવામાં આવ્યો હતો તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને કોઈ મેલ બેન્કમાં ન મોકલતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે એક વર્ષ બાદ પોલીસે બેંકને સાઇબર ક્રાઇમના અધિકારી હોવાની ખોટી ઓળખ ઉભી કરનાર આરોપી વિશાલ વાણંદને અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી ઊંડી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલાનો થયો ઘટસ્ફોટ

જેમાં વિશાલ વાળંદ દ્વારા જુનાગઢ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-મેલ આઇડી ઉપરથી ICICI Bank (Balaji E-commerce): ₹20,44,590/-, SBI Bank (SKL Online Service OPC Pvt Ltd): ₹30,92,182/-, Bank of Baroda (Shree Shyam Online Service): ₹7,40,091/-, PNB (Ganesh Online Service): ₹14,95,159/-ને અનફ્રીઝ કરવા માટે મેલ કર્યા હતા. અલગ અલગ બેંક દ્વારા કરવામાં આવેલા ફ્રીઝ એકાઉન્ટને લઈને વેરિફિકેશન માટે જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનના ઇમેલ આઇડી ઉપર રીપ્લાય મોકલવામાં આવ્યો હતો. જેના ઉપરથી સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ ટેકનીકલ મદદથી પહેલા મજૂર સુધી પહોંચ્યા

વિશાલ વાણદ અગાઉ અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમ માટે મદદ કરતો હતો પોતે સાઈબર એક્સપર્ટ હોવાથી કેવી રીતે છટકી શકાય તે અંગે પણ જાણકાર છે તેથી તેને આ સમગ્ર બનાવને લઈને મુંબઈ જઈને એક મજૂરને નિશાન બનાવ્યો હતો. મજૂરના મોબાઇલમાંથી પોતાના લેપટોપમાં વાઇફાઇ કનેક્ટ કરી આ બધામાં મેલ કર્યા હતા. પોલીસે ટેકનીકલ મદદથી પહેલા મજૂર સુધી પહોંચ્યા અને ત્યારબાદ તેમ મજૂરે વિશાળ વાણંદનું નામ આપ્યું હતું જેને લઇને પોલીસે અમદાવાદથી વિશાલ વાળંદની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી

આરોપી વિશાલ વાળંદે પોતાની ઓળખ જી.બી. સીસોદિયા, PSI, જુનાગઢ સાયબર ક્રાઇમ તરીકે આપી અને સરકારી ઈમેઈલ ID [email protected]નો દુરૂપયોગ કરીને અનેક બેંક ખાતાઓમાં રોકાણ કરેલ રકમ અનફ્રિઝ કરાવી તેના બદલે એક જ ખાનગી ખાતામાં ટ્રાન્સફર કરાવવા માટે ઈમેઈલ મોકલ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ IPC 419, 420 (છેતરપિંડી અને ખોટી ઓળખ), તેમજ IT Actની લાગુ પડતી કલમો હેઠળ કાર્યવાહી કરી છે.


  • Follow us on: