જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી પર યોજાતો મેળો ગુજરાતભરમાં જાણીતો છે. લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે અને ભગવાન ભોલેનાથના દર્શન કરીને આર્શીવાદ મેળવે છે. શિવરાત્રી મેળાને લઈને ભવનાથ તળેટીમાં ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી મેળાનો આનંદ માણવા આવતા શ્રદ્ધાળુઓ ભારતી આશ્રમમાં રોકાણ કરી શકશે.


[[$googlead]]

મહાશિવરાત્રિ મેળા ઉમટશે ભક્તો

મહત્વનું છે કે જૂનાગઢ ખાતે શનિવારથી પાંચ દિવસ માટે શિવરાત્રિના મેળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રિ મેળાની મુલાકાત લેવા અત્યારે ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહાશિવરાત્રીનો મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં ભાવિ ભક્તોને વધુ સુવિધા મળે તેને લઈ 50 બ્લોકનું રૂપિયા 4: 50 કરોડના ખર્ચે અતિથિ ભવન બનાવવામાં આવનાર હોય જેનું આજે સાધુ સંતોના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સુવિધા ઉપરાંત મહાશિવરાત્રીના પર્વને લઈને એસટી નિગમ દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડતા મોટી સંખ્યામાં એકસ્ટ્રા બસ જૂનાગઢ દોડાવવામાં આવશે. વિવિધ શહેરોમાંથી 250 રેગ્યુલર બસ ઉપરાંત 370 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.

[[$alsoread]]

ભક્તનો મળશે અતિથિ ભવનનો લાભ

ભારતીય આશ્રમ ખાતે આવતા ભાવિભક્તોને શ્રદ્ધાઓને રહેવાની તેમજ ભોજનની સુવિધા મળી રહે તેને લઈને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તેમજ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ દ્વારા આવતા ભાવિકોની સુવિધામાં વધારો કરવા અતિથિ ભવન બનાવવાનું નક્કી કર્યું હોય આજના કાર્યક્રમમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરીબાપુ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ મુક્તાનંદ બાપુ અમરેલીના સાંસદ ભરત સુતરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

શિવરાત્રી મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત

મહાશિવરાત્રી મેળાને લઈને જુનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.યાત્રાળુઓની સુરક્ષા માટે ચાર જિલ્લામાંથી 2500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ વર્ષે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • Follow us on: