- અન્ય આરોપીઓએ હાથ ઉંચા કરી મજાક કરી
- જૂનાગઢ જેલમાં એન્ટ્રી કરતી વખતનો વીડિયો થયો વાયરલ
- તમામ આરોપીઓના મોઢા પર કોઈ દુખ નહી
જૂનાગઢની જેલમાં અંદર જતી વખતે ગણેશ જાડેજાની બેશરમ હરકત સામે આવી છે,ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓએ જાપ્તામાં કાયદાની મજાક બનાવી છે.જેલમાં જતી વખતે દેખાડી વિકટરીની નિશાની.તો અન્ય આરોપીઓ પ્રવાસમાં જતા હોય તેમ મોઢા પર ખુશી દેખાતી હતી અને જેલમાં અંદર ગયા હતો.આરોપી ગણેશ જાડેજાની નફ્ફટાઈનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.આરોપી ગણેશ જાડેજાના ચહેરા પર હાસ્ય છે.
શું હતો સમગ્ર મામલો
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે 30 મેંની રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ જવાયો હતો જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ સંજય સોલંકીને ફરી જૂનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
મોટી મોણપરીમાં 6 જુલાઈએ સંમેલન મળશે
અગાઉ જૂનાગઢમાં ગણેશ જાડેજાના જામીન નામંજૂર થયા હતા. જેમાં આરોપી ગણેશ જાડેજાએ જામીન અરજી કરી હતી. તેમાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાના જામીન નામંજૂર કર્યા હતા. તથા ગણેશ જાડેજાએ અનુસુચિત જાતિના યુવકને માર માર્યો હતો. તેમજ ગણેશ જાડેજાની દબંગાઇના વિરોધમાં સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં જૂનાગઢમાં સમસ્ત અનુ.જાતિ સમાજનું સંમેલન યોજાશે. તેમાં મોટી મોણપરીમાં 6 જુલાઈએ સંમેલન મળશે.
ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે
ગોંડલ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે રોષ ફેલાયો છે. તેમજ સંમેલનમાં આગામી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરાશે. જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઈક રેલી અંગે ચર્ચા થશે.જુનાગઢમાં તા. 6 જુલાઈના રોજ સમસ્ત અનુ. જાતિ સમાજનું સમેલન યોજાશે. જેમાં મોટી મોણપરીમાં કાર્યક્રમનું આયોજન થશે તેમજ બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાશે. ગુજરાતમાં દબંગગીરી સામે બાઈક રેલી યોજાશે. કાર્યક્રમમાં રણનીતિની ચર્ચા કરાશે. તેમજ ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે.
પોલીસે ચાર્જશીટ નથી કરી
જુનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી ગઈરાલે રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા.જેને લઇ જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ 25 જૂને સુનાવણી રાખવામાં આવી છે.જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ગતિમાન છે.અને આ કેસ મામલે ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી નથી.









