- જૂનાગઢ રેલ્વે ટ્રેક પર સિંહોના આંટાફેરા
- પ્લાસવા રેલવે ટ્રેક પરનો વીડિયો વાયરલ
- મુસાફરોએ સિંહની લટાર નો વિડીયો કર્યો કેમેરામાં કેદ
જૂનાગઢ રેલ્વે ટ્રેક પર સિંહના આંટાફેરા વધ્યા છે,જંગલ વિસ્તારમાંથી સિંહ માનવ વસ્તી તરફ ખોરાકની શોધમાં આવતા હોય છે,ત્યારે જૂનાગઢના પ્લાસવા રેલવે ટ્રેક પર ડાલામથ્થો સિંહ દોડતો હોય તેવો વિડીયો મુસાફરોએ તેમના મોબાઈલમાં કેદ કર્યો છે,સિંહ તેના પરિવાર સાથે આંટાફેરા મારી રહ્યો હતો,તો મુસાફરો પણ સિંહને દોડતો જોઈ ખુશ થયા હતા.
12 દિવસ પહેલા સિંહ ટ્રેક પર આવતા ટ્રેન કોરી
અમરેલી જૂનાગઢ જતી ટ્રેન ચલાલા-ધારી સેકશન વચ્ચે પહોંચતા રેલવે ટ્રેક પર અચાનક એક સિંહ આવી ચડયો હતો. જો કે લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતા ટ્રેન 50 મીટર પહેલા જ અટકાવી દીધી હતી. બાદમા સિંહ ટ્રેક ઓળંગીને જતો રહ્યો હતો. ઘટના સ્થળ પર કોઇ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો. તેમ છતા લોકો પાયલોટે ટ્રેન રોકી દઇ સિંહનો જીવ બચાવ્યો હતો. ટ્રેન મેનેજરે ધારી સ્ટેશન માસ્તરને મેમો આપ્યો હતો અને મંડલ કચેરી કંટ્રોલને માહિતી આપવામા આવી હતી.
4 મે રાજુલાના ટ્રેક પર સિંહ પહોચ્યા હતા
રાજુલાના ભેરાઈ નજીક રાત્રિના સમયે રેલવે ટ્રેક નવ જેટલા સિંહો એકસાથે ભૂંડના શિકારમાં હતા, આ સમયે જ ટ્રેન આવતી હતી. જો કે ટ્રેકર અને ટ્રેનચાલકને ધ્યાને સિંહો આવી ગયા હોવાથી સંકલન કરીને જાણ કરાતાં, ટ્રેનચાલક દ્વારા ટ્રેન રોકી દેવામાં આવી હતી. આ પછી દ્વારા આ નવ સિંહને રેલવેના ટ્રેક પરથી સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
સિંહના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ
ગીર અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોના અકાળે થતાં મૃત્યુના મામલે સુઓમોટો રિટ પીટીશનની સુનાવણીમાં રેલવે વિભાગના જવાબ પ્રત્યે હાઈકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠે રેલવેની ઝાટકણી કાઢતાં ટકોર કરી હતી કે, રેલવે તંત્રની ઉદાસીનતાના પાપે આપણે ઘણા સિંહો આજ સુધી ગુમાવ્યા છે.પરંતુ હવે એક પણ સિંહનું મૃત્યુ ચલાવી લેવાશે નહી. રેલવે અને વન વિભાગ સાથે બેસી દિવસ-રાત એક કરીને સિંહોના મૃત્યુને અટકાવવા માટેના નકકર આયોજનો બનાવી કોર્ટ સમક્ષ રજુ કરે.









