• હોસ્પિટલની લાલિયાવાડીની ફરિયાદોને પગલે સચિવ દ્વારા ચેકિંગ

  • મેડિકલ સુપ્રીટેન્ડેડ અને મેડિકલ કોલેજના ડીન કર્યા જરૂરી સૂચનો
  • હોસ્પિટલમાં પીવાના પાણી અને શૌચાલયને લઈને મળી હતી ફરિયાદો

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવની સરપ્રાઈઝ ચેકીંગની દોડધામ મચી હતી. હોસ્પિટલમાં તાત્કાલિક ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને આરોગ્ય સચિવ દ્વારા મેડિકલ સુપ્રીટેન્ડેડ અને મેડિકલ કોલેજના ડીનને જરૂરી સૂચનો કર્યા હતા.


[[$googlead]]

[[$alsoread]]

કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેને લઇ ગાંધીનગરથી આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી સહિતના અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને કર્મચારીઓ પણ આ સરપ્રાઈઝ ચેકીંગ માં સાથે રહ્યા હતા. આરોગ્ય સચિવ દ્વારા સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોરની વિઝીટ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા છે.


સૌરાષ્ટ્રના બીજા નંબરની અને સોરઠ પંચકની એકમાત્ર મોટી હોસ્પિટલ જેમાં ત્રણ થી ચાર જિલ્લાના અને ગ્રામ્ય પંથકના દર્દીઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે દર્દીઓની વ્યવસ્થામાં કઈ રીતના વધારો કરી શકાય અને આગામી સમયમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવશે જેનું સૂચન આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું.


જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લોકો પાણી માટે દરરોજ હાલાકી ભોગવતા હોય છે અને મહિલા શૌચાલય તો કાયમી માટે બંધ જ જોવા મળતું હતું અને સફાઈનો પણ અભાવ જોવા મળતો હતો પરંતુ આજે આરોગ્ય સચિવ હોસ્પિટલની મુલાકાતે આવવાના હોવાથી હોસ્પિટલમાં એક બાજુ સફાઈ તો બીજી તરફ પાણીના કેરબાઓ મૂકવામાં આવ્યા હતા.. અને તમામ શૌચાલયો ખુલ્લા કરાયા હતા કેમ કે ક્યાંક હોસ્પિટલ તંત્રની લાલીયાવાળી સામે ન આવી જાય જેને લઈને આ કામગીરી કરવામાં આવતી હોવાનું દર્દીઓના સંબંધી દ્વારા જણાવ્યું હતું.


  • Follow us on: