દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથક જળબંબાકાર બની જાય છે અને કેશોદ તાલુકાના બામણાસામા ગત વર્ષે ભારે પુરને કારણે ઓઝત નદી પર બનાવવામાં આવેલો પાળો તૂટી જતા હજારો એકરમાં પાણી ફરી વળ્યા હતા. આ વર્ષે પરિસ્થિતિ ન સર્જાય તે માટે પાળો ઊંચો બનાવવા માટે માંગણી કરવામાં આવી છે.


જુનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી બે કાંઠે વહે છે અને ઓઝત નદીના પાળા તૂટવાને લઈને ઘેડ જળબંબાકાર થાય છે. ત્યારે એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાળો ખેડૂતોની માંગ મુજબ બનાવવામાં ન આવતા પાળો તૂટ્યો હતો. જેને લઇ હજારો વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થયું હતું. ત્યારે હાલ સરકાર દ્વારા પાળા રિપેર કરવાની કામગીરી ચાલુ છે તેને લઈ ખેડૂતોએ આ પાળો એક મીટર ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

એક કરોડના ખર્ચે રીપેરીંગ કામ શરૂ

બામણાસા ઘેડમાં ઓજત નદીના તૂટેલા પાડા માટે સિંચાઈ બાગ દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગત વર્ષે એક કરોડથી વધુના ખર્ચે પથ્થરના બ્લોક સાથે સ્ટેપ વાળો ફાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાણીના પૂરની સામે આ પાડો ટકી શક્યો નહીં અને પાણી ઓવર થઈને ખેતરમાં ફરી વળ્યું હતું અને પાણીની તીવ્રતા સામે આ પાળો તૂટી ગયો હતો. જેથી આ વર્ષે ફરીથી બામણાસા ઘેડના પંથકમાં તૂટી ગયેલા પાળા માટે એક કરોડના ખર્ચે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા આ પાળો એક મીટર સુધી ઊંચો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા અંગે સૂચના

જય ભાગ દ્વારા બામણાસા અને બાલાગામમાં વારંવાર પાળા તૂટવાની ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રમોશનની કામગીરીની શરૂઆત બાલાગામ ખાતેથી કરવામાં આવી છે. બામણાસાને બાલાગામમાં અનેક સ્થળોએ નદીમાં આવતા પાણીના અવરોધો જેવા કે ચેકડેમ જાડેજા વગેરેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તે માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને વાળાની ઊંચાઈ પણ યોગ્ય કરી આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

આમ આ વર્ષે પૂરતી પરિસ્થિતિ સર્જાશે તો પણ પાળા તૂટવાની ઘટનાઓ નહીં બને તેવી મજબૂત દીવાલો બનાવવા માટેની ખાતરી તો આપી છે પરંતુ આ ખાતરી કેટલી પુરવાર સાબિત થશે તે તો આવનાર સમય જ બતાવશે.


  • Follow us on: