ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની હોય તેવુ ફરી એક વખત સાબિત થતું જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીને લઈને માત્ર નામના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પણ જૂનાગઢ SPના લેટરથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ SPએ બુટલેગરો અને પોલીસની સાઠગાંઠને ખુલ્લો પાડતો પત્ર વાયરલ કર્યો છે.


[[$googlead]]

દારુ જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અપાઈ હતી સૂચના

જૂનાગઢના SP હર્ષદ મહેતાએ પત્ર વાયરલ કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ દારુ અને જુગારની પ્રવૃતિઓ બંધ કરાવવા માટે SP તરફથી સૂચના આપવામાં આવી હતી અને SPની સુચના બાદ પણ દારુ-જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારબાદ SP દ્વારા આ પત્ર વાયરલ કરવામાં આવતા તમામ લોકોની ઉંઘ ઉડી ગઈ છે. પત્રમાં SPએ કહ્યું કે જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ દારુ અને જુગારના હાટડા ચાલી રહ્યા છે. SPની સુચના બાદ પણ બેરોકટોક દારુ અને જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.

[[$alsoread]]

માર્ચ 2024માં SP હર્ષદ મહેતાએ લખ્યો હતો પત્ર

તમને જણાવી દઈએ કે ગત માર્ચ 2024માં SP હર્ષદ મહેતા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને પત્ર દ્વારા DySP, PI, ક્રાઈમ બ્રાન્ચને આ અંગે જાણ કરાઈ હતી. આ સિવાય બાટવા, કેશોદ, જુનાગઢ તાલુકા પોલીસ, વિસાવદર, ભેસાણ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ SMC દ્વારા રેડ કરાઈ હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ પણ છે કે આજના SMCના દરોડા અંગે એસપી હર્ષદ મહેતા કોઈ પગલાં લેશે? કે પછી માત્ર વાતો જ કરવામાં આવશે.

  • Follow us on: