સારા વરસાદ અને સારા મોર આવવાથી આ વર્ષે કેરીના સારા ઉત્પાદનની ખેડૂતો આશા રાખીને બેઠા હતા, પરંતુ જૂનાગઢમાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને હાલ આંબા ઉપર આવેલો મોર ગરમીને કારણે બળી ગયો છે. ઉલ્લેખનીય છે કે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે.


[[$googlead]]

અચાનક વાતાવરણમાં પલટો આવવાને કારણે મોર બળી ગયો

ગત વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડવાને લઈને આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો થશે તેવી ખેડૂતોને આશા હતી, તેમજ આંબા ઉપર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ખૂબ જ સારા પ્રમાણમાં મોર આવી ગયો હતો અને મોર આવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રીતે ચાલતી હતી, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવવાને કારણે આંબા ઉપર આવેલો મોર બળી ગયો હતો, જેને કારણે કેરી થવાની શક્યતા હવે નહીવત જેવી છે.

[[$alsoread]]

ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું

આંબા ઉપર મોર આવતાની સાથે જ ખેડૂતો હરખાઈ ગયા હતા, પરંતુ જેમ જેમ ગરમી વધુને વધુ પડવા લાગી. જેથી આંબા પર આવેલા મોર બની ગયા હતા અને ફળ બંધારણની પ્રક્રિયા ખોરવાઈ હતી. ખુબ જ વધારે મોર આવવાથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા પણ હતી, પરંતુ સમય જતાની સાથે જ મોર બળી જતા હવે ખેડૂતોને કેરી માટે કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે અને ઉપજ થવાની કોઈ જ શક્યતા દેખાતી નથી.

જુનાગઢ જિલ્લો બાગાયત ઉત્પાદન માટે ખૂબ જ અગ્રેસર

ખાસ કરીને વાસ્તવિક તાલુકામાં આ વર્ષે કેરીના પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાની જાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે. જુનાગઢ જિલ્લો બાગાયત ઉત્પાદન માટે ખૂબ જ અગ્રેસર રહ્યો છે, ત્યારે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં પણ ફટકો લાગતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે.

  • Follow us on: