મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી ઠેરઠેર રાજ્ય સહિત દેશભરમાં થશે. ખાસ કરીને મહાશિવરાત્રીના તહેવારને લઈને તમામ શિવ મંદિરોને શણગારી દેવામાં આવ્યા છે અને ખાસ પ્રકારે તમામ જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવશે.


[[$googlead]]

મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ કરાયું

ત્યારે રાજ્યમાં પણ જુનાગઢનો શિવરાત્રીનો મેળો ખુબ જ જાણીતો છે. જુનાગઢમાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે અને ભગવાન ભોલેનાથના દર્શન કરીને આર્શીવાદ મેળવે છે. લાખોની જનમેદનીની સુરક્ષા માટે મહાશિવરાત્રી મેળાને લઈને જુનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.યાત્રાળુઓની સુરક્ષા માટે ચાર જિલ્લામાંથી 2500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે.

[[$alsoread]]

પરિવારથી વિખૂટા પડેલા સભ્યોને શોધવા માટે 10 PRO સિસ્ટમ ગોઠવવામાં આવી

આ સાથે જ આ વર્ષે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે QR કોડ આધારિત પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. WhatsApp દ્વારા પાર્ક ઈઝી ચેટબોટ પર શહેર પસંદ કરવાથી Google Maps પર પાર્કિંગની જગ્યા દર્શાવવામાં આવશે. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારથી વિખૂટા પડેલા સભ્યોને શોધવા માટે 10 PRO સિસ્ટમ ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો માટે પીવાના પાણી અને શૌચાલયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત માટે ઈ-બંદોબસ્ત એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ દ્વારા પોલીસકર્મીઓને તેમની ફરજનું સ્થળ, કામગીરીની માહિતી અને હાજરી નોંધણી જેવી સુવિધાઓ મળશે. મેળામાં આવનારા યાત્રિકો માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.

  • Follow us on: