જુનાગઢ મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારનું માની લો કે પર્યાય બની ગઈ છે. કોર્પોરેશનમાં ચાલતા દરેક વિભાગોના ભ્રષ્ટાચારો હવે પદાધિકારીઓ જ ખુલ્લા પાડી રહ્યા છે જેમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા નરસિંહ મહેતા તળાવ બ્યુટીફિકેશનના કામમાં પણ ભ્રષ્ટાચાર થતા આવવાનો સામને આવ્યું છે અને નબળી કામગીરીને મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે.


નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર

જુનાગઢ મહાનગર વિસ્તારમાં મધ્યસ્થમાં આવેલું નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનનું કામ ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા કરેલા ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇન સહિતના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચારો થતા આવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ જે અધિકારી કે પદાધિકારી આ ભ્રષ્ટાચાર કરે છે અને નબળી ગુણવત્તાના કામોના બિલો પાસ કરીને પ્રજાના પૈસાને અને સરકારની તિજોરીને મોટે પાય નુકસાન કરી રહ્યા છે તેની સામે કોઈ પણ કાર્યવાહી થતી નથી માત્ર તપાસ, તપાસ, તપાસના નાટક થતા રહે છે.

બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ ખુલ્લી પાડી લાલીયાવાડી

જુનાગઢ મહાનગરપાલિકા હસ્તક નરસિંહ મહેતા તળાવનું છેલ્લા ઘણા સમયથી બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે અગાઉ પણ બ્યૂટીફીકેશનના કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થયા હતા જેમાં હવે મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરા દ્વારા નબળી ગુણવત્તાની કામગીરીને ખુલ્લી પાડવામાં આવી છે અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતાઓના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એજન્સીને નોટિસ

જુનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન કામમાં નબળી ગુણવતા અને બેદરકારીના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. આ તળાવના વિકાસ માટે કુલ 61 કરોડ રૂપિયાના ખર્ચે ફેઝ-1 અને ફેઝ-2માં થઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા પ્રવાસન વિભાગની ગ્રાન્ટનો ઉપયોગ થાય છે. જે ગ્રાન્ટ વાપરવામાં આવી છે તેની કામગીરી પણ નબળી ગુણવત્તા હોવાના આક્ષેપ સામે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એજન્સીને નોટિસ આપવામાં આવી છે.

જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

પોતાના અધિકારીનો બચાવ કરતા કમિશનર દ્વારા જણાવાયું હતું કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે તેમ જ અગાઉ પણ ત્રણથી ચાર વખત નોટિસ ઈસ્યુ કરી દેવામાં આવી છે હજુ પણ વધુ એક નોટિસ આપવામાં આવી છે જો આ કામગીરીમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દરમિયાન નબળી ગુણવત્તા જણાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહીની હૈયા ધારણા આપવામાં આવી છે.

નરસિંહની નગરીમાં નરસિંહ મહેતાના તળાવના નામ ઉપર કરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈને જુનાગઢવાસીઓનું માથું શરમથી ઝૂકી ગયું છે અને દર વખતે ની જેમ કોર્પોરેશન તપાસના નાટક કરી વાતને ઉડાડી દેશે કે ખરેખર જવાબદારો સામે પગલાં લેવાશે તે તો આવનાર સમય જ બતાવશે.


  • Follow us on: