આખા દેશમાં ઘણા લોકો ક્રિકેટ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે અને જ્યારે પોતાની ટીમની મેચ હોય ત્યારે ચીયર્સ પણ કરતા જોવા મળે છે. ત્યારે લખપતી ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કચ્છમાં પાકિસ્તાની જર્સી સાથે યુવકનો વીડિયો વાયરલ છે. અહીં એક વ્યક્તિએ ક્રિકેટ મેચ દરમિયાન પહેરી પાકિસ્તાનની ટીશર્ટ પહેરી હતી.


ક્રિકેટ મેચ દરમિયાન પહેરી પાક.ની ટીશર્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ હુમલા બાદ સતત તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન જો કોઈપણ વ્યક્તિ પાકિસ્તાનને સમર્થન કરે તેવી પોસ્ટ અથવા તો કોઈપણ વ્યક્તિ ભારત વિરૂદ્ધ કૃત્ય કરે છે તો તેની પર પોલીસ કાર્યવાહી કરે છે. હવે કચ્છમાં પાકિસ્તાની જર્સી સાથે યુવકનો વીડિયો વાયરલ થતાં ખળભટાળ મચી જવા પામ્યો છે. લખપતમાં ક્રિકેટ મેચ દરમિયાન પહેરી પાકિસ્તાનની ટીશર્ટ પહેરતા ચર્ચામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ SOG પોલીસે યુવકની પૂછપરછ કરી છે.

યુવકના મોબાઈલમાંથી શંકાસ્પદ વસ્તુઓ ન મળી

પોલીસે યુવકની તપાસ કરી તો મોબાઈલમાંથી શંકાસ્પદ વસ્તુઓ ન મળી હતી. આ વીડિયો ચાર વર્ષ અગાઉનો હોવાનું સામે આવ્યું છે. ગામની જ બે ક્રિકેટ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટી શર્ટ પહેરવા બદલ યુવકે માફી માગી હતી.


  • Follow us on: