કર ભલા હોગા ભલા અને શિક્ષણ એ જ સાચી સેવા' ના કર્મ મંત્રને સાર્થક કરતી છેલ્લા 105 વર્ષથી સતત કાર્યરત સમાજ સેવાને રંગે રંગાયેલી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીની યુનિ.-કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર દ્વારા વિવિધ શાળાઓના ધો. 11, 12ના વિદ્યાર્થીઓ માટે તા.9,10મીએ હેરિઝોન-2025નું આયોજન કરાયું હતું.


આજના અને આવનારા સમયમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે થયેલી પ્રગતિની કોલેજ અભ્યાસક્રમ પર કેવી અસર થઇ રહી છે અને વિદ્યાર્થીઓની કારકિર્દી કઈ દિશામાં આગળ વધારી શકાય તે અંગે માહિતગાર કરવા લાઇવ પ્રોજેક્ટ અને મોડેલ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલુ હતું.

આ પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સને લગતા જુદા જુદા 24 સ્ટોલ્સમાં સર્વ વિદ્યાલયની 105 વર્ષની શિક્ષણ ક્ષેત્રની સફ્ળતા અને સેવાની ગાથા વગેરે રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 ફૂડ સ્ટોલમાં વિવિધ નાસ્તા અને વાનગીયોનું વેચાણ કરી વિદ્યાર્થીઓ ધંધાકીય વિષયક જ્ઞાન મેળવ્યુ હતું. મુલાકાતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સદર પ્રોજેક્ટ અને મોડેલ્સ કોલેજના હાલના વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલા આથી મુલાકાતી વિદ્યાર્થીમાં 'તેઓ પણ કંઇક કરી શકે છે' તેઓ આત્મ વિશ્વાસ જાગૃત થાય. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગરના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલ તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન દ્વારા સંસ્થાના મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે રત્નમણી મેટલ્સ એન્ડ ટયુબ્સ લી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ-ગ્રૂપ એચ.આર જયેશ સલુજા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. આ પ્રસંગે કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદની શાળાઓમાંથી લગભગ 4300 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ 100થી વધુ શિક્ષકો અને 18 થી પણ વધુ પ્રિન્સીપાલોએ મુલાકાત લઇ અને દરેક સ્ટોલની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, અદ્યાપકો તેમજ મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન તેમજ એસ વી ઇન્સ્ટિટયૂટ ઓફ્ મેનેજમેન્ટના ડાયરેક્ટર ડૉ. ભાવિન પંડયા, કોમ્પુટર વિદ્યાશાખાના ડીન ડૉ. રૂપેશ વ્યાસ, કોમર્સ વિદ્યાશાખાના ડીન ડૉ. વિજ્ઞા ઓઝા, નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ્ કોમ્પ્યુટર સ્ટડીના ડાયરેક્ટર ડૉ. સંજયભાઈ શાહ તેમજ એમ પી પટેલ કોલેજ ઓફ્ કોમર્સના પ્રિન્સીપાલ ડૉ. કપિલ ત્રિવેદીને અભિનંદન આપ્યા હતા.


  • Follow us on: