કડી તાલુકાના બોરીસણા ગામની સીમમાં આવેલી અદ્રેત એનર્જી કંપની આવેલી છે. આ કંપનીમાં નોકરી કરતો હાર્દિક ત્રિવેદી રાબેતા મુજબ કામ અર્થે આવતા બાજુના ખેતરમાં એલ્યુમિનિયમના થાંભલો પડેલો જોયો હતો. જેના કારણે કામ કરતા કર્મીને કંઈક અજુગતું લાગતા કંપનીમાં લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા અજાણ્યા તસ્કરો દિવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરતા દેખાયા હતા. જેના પગલે કંપનીમાં ચકાસણી કરતાં એલ્યુમિનિયમના 30 બોક્સ ચોરી થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં ગત મોડી રાત્રે તસ્કરો કંપનીની દીવાલ કૂદી કંપનીની બારી તોડી પ્રવેશ કરી એલ્યુમિનિયમના 30 બોક્સ અંદાજીત રૂ.1.50 લાખની કિંમતના ચોરી કરી ગયા હતા. જેના પગલે કંપનીના કર્મચારીએ કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કડી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂ.1.50 લાખના એલ્યુમિનિયમના વાયરો ચોરી કરી જવા બાબતે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat News: વેસુમાં શોપિંગ સેન્ટરની લિફ્ટમાં રૂ. 17,500ની લૂંટ, CCTVના આધારે શાતિર લૂંટારુ ઝડપાયો









