ગુજરાતમાં આવતા સમયમાં કડી અને વિસાવદર એમ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાનારી છે. આ સંદર્ભે આ બંને બેઠક વિસ્તારોમાં મતદારયાદી અપડેટ કરવાની ઝુંબેશ 8મી એપ્રિલથી 24મી એપ્રિલ સુધી ચાલશે.
મુસદ્દા મતદાર યાદી 8મી એપ્રિલે પ્રસિદ્ધ થશે અને આ યાદીમાં પહેલી એપ્રિલે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાઓના નવા નામ સામેલ થઈ શકશે તેમજ હયાત નામોમાં હક્ક-દાવા રજૂ કરી સુધારા-વધારા થઈ શકશે. મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરીએ તથા સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીએ મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. નામ ઉમેદવાર કમી કરાવવા, સુધારો કરાવવા માટે નિયત અરજી ફોર્મ મેળવી ભરેલું ફોર્મ પરત કરી શકશે. આ ફોર્મ ચૂંટણી પંચની voter Helpline App ઉપર તથા VSP ઉપર પણ ભરી શકાશે. તા. 5-5-25ના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે.










