જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી ખાતેથી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાનીઓને એક સાથે નહીં તડપાવીને શોધી શોધીને મારીશું. તેમના બંકરો પણ પહેલાની જેમ ઉડાવાશે.


[[$googlead]]

પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં ભીખનો કટોરો લઈને ફરશે

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભારતે નિકાસ બંધ કરી દેતા પાકિસ્તાન ભૂખે મરશે. પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં ભીખનો કટોરો લઈને ફરશે. આ લોકો ભારતનું ખાઈને ખોદતા હતાં. ત્યાં ખાવાના ફાંફા છે. પાકિસ્તાન ભીખારી અને કંગાળ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનીઓને એક સાથે નહીં તડપાવીને શોધી શોધીને મારીશું. તેમના બંકરો પણ પહેલાની જેમ ઉડાવીશું. કડી ખાતે જેસીઆઈ દ્વારા મહિયરની ચૂંદડી કન્યાદાન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

[[$alsoread]]

ભારતે નિકાસ બંધ કરી દેતા પાકિસ્તાન ભૂખે મરશે

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અનાજ માટે લોકો લૂંટ કરતા હતા તે આપણે ટીવીમાં જોયું છે. પાકિસ્તાન અત્યાર સુધી ભારતનું જ ખાતું હતું અને આપણું ખાઈને આપણું જ ખોદતુ હતું. ત્યાં હવે ખાવાના ફાંફા છે.ભારતે નિકાસ બંધ કરી દેતા પાકિસ્તાન ભૂખે મરશે. પાકિસ્તાનના પીએમ દુનિયામાં ફરીને કટોરો લઈને ભીખ માંગે છએ. પહેલા ઈમરાન ખાન, નવાજ શરીફની જેમ હવે વર્તમાન પીએમ પણ ભીખ માંગી રહ્યાં છે. પાકિસ્તાન અંદરો અંદર લડી મરે તેવી દશા કરવી છે. જેના માટે ભારત સરકાર પદ્ધતિસર આયોજન કરી રહી છે.


  • Follow us on: