તાલુકાના ઢોરિયા ગામના બસ સ્ટેન્ડ નજીક ગામની આધેડ મહિલાને પૂરઝડપે પસાર થઈ રહેલ ડમ્પરે આધેડ મહિલાને ટક્કર મારતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કડી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના ઢોરિયા ગામના બસ સ્ટેશન નજીક મોઘીબેન ઠાકોર નામની આધેડ મહિલા કામ અર્થે રોડ ઉપર નીકળી હતી. તે સમયે કડી તરફ્થી પૂરઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે રોડ ઉપરથી પસાર થઈ રહેલ આધેડ મહિલાને જોરદાર ટક્કર મારતાં મહિલાને રોડ ઉપર પટકાયા આધેડ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આધેડ મહિલાને ટક્કર મારી ડમ્પર ચાલક ભાંગી છૂટયો હતો. ઇજાગ્રસ્ત આધેડ મહિલાને સારવાર અર્થે તાત્કાલિક દેત્રોજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી આધેડ મહિલાના પરિવારજનોના નિવેદનના આધારે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










