- હું ભાગી નહિ, જાગી છું : કાજલ હિન્દુસ્તાની
- માત્ર ભ્રમિત કરવા વીડિયો એડિટ કરી વાયરલ કરાયો
- હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર
પાટીદારની દીકરીઓ મુદ્દે કરેલા નિવેદન સામે કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે હું ભાગી નહિ, જાગી છુ. માત્ર ભ્રમિત કરવા વીડિયો એડિટ કરી વાયરલ કરાયો છે. હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છુ. 11 મહિના પહેલા સભા હતી. તેમાં મને લવ જેહાદ મુદ્દે બોલાવનું કહ્યું હતુ.
કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ
કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે. જેમાં કાજલ હિંદુસ્તાનીએ કહ્યું હતુ કે પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે. જેમાં પાટીદાર દીકરીઓ પર કાજલ હિંદુસ્તાનીનું વિવાદિત નિવેદન સામે આવતા વિરોધ શરૂ થયો છે. યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડને કરોડોની ગિફ્ટ આપે છે તેમ પણ જણાવ્યું હતુ. જેમાં કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે. વિવાદિત નિવેદન બાદ કાજલ હિંદુસ્તાનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બરસાતી મેંડક ચૂંટણી આવી એટલે બહાર નીકળ્યા છે. આ લોકો કોંગ્રેસ પાર્ટીથી આવીને જ્ઞાતીવાદ ફેલાવે છે. હત્યાઓ થાય છે ત્યારે કેમ સમાજ યાદ નથી આવતો. મારા નામની પાછળ જ હિંદુસ્તાની લગાવુ છું. સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરું છુ. મનોજભાઇ જેવા લોકો બહુ મોટા દુશ્મન કહેવાય.
કોંગ્રેસ આગેવાન મનોજ પનારાએ ફરિયાદ કરી હતી
કોંગ્રેસ આગેવાન મનોજ પનારા ફરિયાદ કરી હતી. તથા મનોજ પનારાએ જણાવ્યું છે કે પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે. કોઇપણ સમાજની બહેન - દીકરીઓ પર આવું ન બોલાય. કાજલ હિંદુસ્તાની નફરતી ભાષણ આપતી વ્યક્તિ છે તેમજ નિવેદન પરત નહીં ખેંચે તો અમે વિરોધ પ્રદર્શન કરીશુ. તેમજ દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે કાજલે જાહેરમાં આવા નિવેદન ન કરવા જોઇએ. પાટીદાર સમાજને બદનામ કરવા પ્રયાસ છે. આવો કોઇ બનાવ બન્યો નથી.
ગીતા પટેલે જણાવ્યું છે કે દીકરીઓનું આ ખરાબ ચિત્રણ કર્યું
ગીતા પટેલે જણાવ્યું છે કે દીકરીઓનું આ ખરાબ ચિત્રણ કર્યું છે. પાટીદાર સમાજ સંસ્કારી સમાજ છે. દીકરીઓ પર આવી ટિપ્પણી યોગ્ય નથી. તેમની પાસે પૂરાવા હોય તો રજૂ કરે. મોરબીમાં 7 દીકરીઓ હોય તો પુરાવા આપો. પગલાં નહીં લેવાય તો આવા નિવેદનો વધશે. મંચ પરથી બોલ્યા તો આગેવાનોએ કેમ વિરોધ ન કર્યો. તેમજ પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું નિવેદન છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે. કાજલબેન જે ભાષાનો ઉપયોગ કર્યો તે યોગ્ય નથી. કાજલ હિન્દુસ્તાની તાત્કાલિક પાટીદાર સમાજની માફી માગે. માફી નહીં માંગે તો ગુજરાતમાં એક પણ સભા નહીં થવા દઈએ.









