કાલોલમાં ગઈકાલે સાંજે નીકળેલા વરઘોડામાં એક વ્યક્તિ હવામાં ફાયરીંગ કરતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તુરત એક્શનમાં આવી ફાયરીંગ કરનારની ધરપકડ કરી રિવોલ્વર અને પાંચ કારતૂસ જપ્ત કર્યા હતાં.કાલોલમાં રહેતાં રાજેશભાઇ વાડીલાલ પંચાલના પુત્રના લગ્ન પ્રસંગમાં ગઈકાલે બુધવારે મોડી સાંજે નગરમાં વરઘોડો નીકળ્યો હતો.


આ વરઘોડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વરઘોડામાં સામેલ જાનૈયા પૈકીના એક વ્યક્તિ તેની પાસેની રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરતો જોવા મળે છે. આ વીડિયો કાલોલ પોલીસના ધ્યાને આવતા પી.આઇ આર.ડી ભરવાડે તુરત પગલા લઈ ફયરીંગ કરનાર વ્યક્તિ વિશે રાજેશભાઈ પંચાલની પૂછપરછ કરતાં ફાયરીંગ કરનાર વ્યક્તિ તેમનો સાઢુ જીતેન્દ્ર પંચાલ હોવાનું અને રિવોલ્વર તેમની સ્કોર્પિયો કારમાં મૂકી હોવાનું જણાવતા પોલીસે સ્કોર્પિયો કાર અને રિવોલ્વર જપ્ત કરી બે ફયરીંગ કરેલી કારતૂસના ખોખા તેમજ પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા હતાં. પોલીસે વરઘોડામાં ફાયરિંગ કરનાર જીતેન્દ્ર પ્રવીણભાઇ પંચાલની જાહેરનામાનો ભંગ તથા આર્મ્સ એકટમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: