કલોલના છત્રાલ હાઈવે ઉપર ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે અહીંથી પસાર થતા બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


મહેસાણાના લાખવડ ગામે આવેલ સેનમા વાસમાં રહેતો પ્રવિણભાઈ નટવરભાઈ સેનમા (ઉ.વ. 33) તેના મિત્રનું બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે છત્રાલ હાઈવે ઉપર બિલેશ્વરપુરા તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પૂરપાટ નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક પ્રવિણભાઈ સેનમાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.


  • Follow us on: