- ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
- ફર્માસ્યૂટિકલ કેમિકલના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું
- કાલોલ જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં આગ લાગી હતી.
કાલોલ જીઆઇડીસીની એક કેમિકલ કંપનીમાં આગની ઘટના બની હતી. ફાયરબ્રિગેડે દ્વારા આગ કાબુ મેળવ્યો તો. આ બનાવમાં કોઇ જાનહાનિ નહીં થતાં રાહત અનુભવી હતી. કાલોલ જી.આઈ.ડી.સીમાં આવેલ ત્નફ પેટ્રોકેમ નામની એક કેમિકલ કંપનીમાં ગુરુવારે સવારે સવા નવ વાગ્યાની આસપાસ કંપનીના કોઈ એક શેડમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. અસરગ્રસ્ત કંપનીમાં લાગેલી આગની ઘટના અંગે કાલોલ ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને કંપનીના એક ભાગમાં પ્રસરેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે એક કેમિકલ કંપનીમાં લાગેલી આગની ઘટનાને પગલે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ પી.એસ આઈ સી.બી બરંડા તથા સ્ટાફ્ સહિત ઘટના સ્થળે પહોંચી આગની ઘટના અને પરિસ્થિતિનો તાગ લીધો હતો. ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યા પછી તપાસ કરતાં સંભવિતપણે ફર્માસ્યુટિકલ કેમિકલના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જે શેડમાં ગમે તે કારણોસર લાગેલી આગ સંપૂર્ણપણે કાબુમાં હોય અને કોઈ જાનહાનિ થયેલ નહીં હોવાને કારણે તંત્રએ રાહત અનુભવી હતી.










