કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીની આચાર સહિતા પૂરી થતા નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. અને પૂર્વ વિસ્તારમાં બે દુકાનોને સીલ મરવામાં આવ્યા છે. તથા વર્ષોથી વેરો ન ભરતા હોય તેવા વધુ 200 મીલકત ધારકોને નોટીસો ફટકારવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકામાં ચૂંટણી પૂર્ણ થતા આચાર સંહિતા હટી ગઈ છે. અને નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા અગાઉ વેરા વસુલાતની કામગીરીમાં વર્ષોથી વેરોના ભરતા હોય તેવા 3000 થી વધુ બાકીદારોને નોટીસો ફટકારવામાં આવી હતી. અને નોટીસો મળ્યા બાદ પણ વેરો ન ભરતા હોય તેવા રીઢા બાકીદારોના નળના જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકાએ કામગીરી આગળ ધપાવી હતી. અને કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં વેરા વસુલાતની કામગીરી કરી હતી. નગરપાલિકાએ પૂર્વ વિસ્તારમાં પાણીની ટાંકી રોડ ઉપર આવેલ જશોદા કિરાણા સ્ટોર્સને વેરોના ભરતા શીલ મારી દીધું હતું. તેમજ ક્રિષ્ના પાન પાર્લર નામની દુકાનને પણ વેરોના ભરતા શીલ કરી દેવામાં આવી હતી. મિલકત ધારકોએ વેરો ન ભરતા નગરપાલિકા દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા હતા. અને બંને દુકાનોને શીલ મારી દેવામાં આવ્યા હતા. નગરપાલિકાએ વર્ષોથી વેરો ન ભરતા હોય તેવા વધુ 200 જેટલા બાકીદારોને નોટીસો ફટકારવામાં આવી છે. અને તેમને સમય મર્યાદામાં વેરો ભરી જવા જણાવવામાં આવ્યું છે. અને જો વેરો નહી ભરે તો તેઓના નળના જોડાણો કાપી નાખવામાં આવનાર હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું છે.










