દેશભરમાં ક્કજામતારાક્ર વેબસિરીઝ ફેઈમ ઓનલાઇન ફેન અને એપ્લિકેશનનો મદદથી લોભામણી ઓફરો આપીને ઓનલાઇન સ્કેમ આચરતા હોવા સામે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સૌને સાવચેત અને સાવધાની રાખવાની જાગૃતતા છતાં પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત મુજબ કાલોલ તાલુકાના રતનપુરા ગામે ઓનલાઇન ઠગાઈની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના રતનપુરા ગામનો બીપીનકુમાર ચંદુભાઈ (રહે. રોહિતવાસ, રતનપુરા) નોંધાવેલી ફરિયાદની 18/07/2024 ના રોજ તેના મોબાઈલ પર એક અજાણી છોકરીએ મધમીઠા શબ્દોમાં કહેલ કે, શેર માર્કેટમાં પૈસા રોકો તો એક મહીનામાં તમારા પૈસા ડબલ થઇ જશે. જેમાં કોઇ રિસ્ક નથી અને એક મહીનામાં જે પણ પ્રોફીટ થશે તેમાંથી અમો 10% ટકા કમિશન લઇશું. તેમ વાત કરતા યુવકે રસ ધરાવતા યુવતીએ વ્હોટસપ એપ્સ માં એક લીંક મોકલી હતી એ લિંક માં યુવકે પોતાના આધાર કાર્ડ, ઇમેઇલ, પાનકાર્ડ તથા પંજાબ બેન્કની પાસબુકનો ફેટો સબમિટ કરી યુવતીએ મોકલેલા સ્કેનર પર ગૂગલ પે મારફ્તે પ્રથમ રૂ. 2,000 ટ્રાન્સફર કર્યા હતા અને એ પછી યુવતીએ બીજા આઠ હજાર નાખવાનો મેસેજ કરતા ગુગલ પેથી રૂ. 8,000ટ્રાન્સફર કર્યા હતા.
જે પછી બીજા દિવસે યુવતીએ સાદો કોલ કરીને લીંક મોકલતા તેમાંથી મેટા ટ્રેડર્સ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહેતા એ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં તેમાં ડીપોઝીટ 119.83, પ્રોફીટ 21.08 તથા બેલેન્સ 140.91 બતાવ્યું હતું. જે પછી યુવતીએ હવે તમારા એપ્લીકેશનમાં પ્રોફીટ કમાવવા માટે પૈસા ઓછા પડે છે તો પંદરથી વીસ હજાર નાખો તેમ કહેતા યુવકે 22/07/2024 ના રોજ પોતાના ગુગલ પેથી બીજા રૂ. 15,000 સ્કેનર મારફ્તે ટ્રાન્સફર કરેલ અને એ પછી બીજા દિવસે 23/07/ ના રોજ એ જ નંબરથી મેસેજ કરેલ હવે બીજા એક લાખ નાખો તેવો મેસેજ કરતા યુવકે સ્કેનરમાં રૂ.50,000 ટ્રાન્સફર કરેલ હતા.
તે પછી બીજા દિવસે તા.24/07ના રોજ મેસેજ આવેલ કે, પહેલા ત્રીસ હજાર અને પછી બીજા વીસ હજાર નાખો તેવો મેસેજ કરતા યુવકે ઉત્સાહભેર રૂ.30,000 તથા રૂ.20,000 એ જ સ્કેનરમાં ટ્રાન્સફર કરતા યુવતીએ યુવકના ઇન્વેસ્ટ એકાઉન્ટનો સ્કિનસોર્ટ મોકલેલ 176,76નું પ્રોફીટ થયેલાનુ બતાવતુ હતું. જે પછી ગત 21 ના રોજ યુવતીએ મેસેજ કરેલ કે, જો આજે એક લાખ નાંખો તો બીજા એક લાખ કમાઇ શકશો તેવો મેસેજ આવેલ. જોકે એ સમયે યુવક પાસે પૈસા નહી હોવાથી મે કોઈ પૈસા ટ્રાન્સફર કરેલ ન હતા પરંતુ બીજા દિવસે ઉછીના પૈસા લઇને 22/08/2024ના પોતાના યુપીઆઈ એકાઉન્ટમાંથી રૂ.90,000 અગાઉના સ્કેનરમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. આમ કુલ 2.15 લાખ ટ્રાન્સફર કર્યા પછી યુવકે પોતાના રોકાણ કરેલ પૈસાનો પ્રોફીટ જાણવા માટે અજાણી યુવતીના મોબાઇલ નંબર ઉપર અવાર નવાર ફેન કરતા યુવતીએ યુવકનો મોબાઇલ નંબર બ્લોક કરી તેમજ વ્હોટસએપમાં પણ બ્લોક કરી દેતા યુવકને પોતાની સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરેલ હોવાનું ભાન થતાં યુવકે સમગ્ર બાબતે સાયબર હેલ્પ લાઇન નં.1930 ઉપર કોલ કરી વિગતે કંપ્લેઇન કરી અંતે સાયબર ક્રાઇમની પ્રોસેસ મુજબ કાલોલ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી કરનાર અજાણી યુવતીના વિવિધ મોબાઈલ નંબર અને સ્કેનર ધારક સામે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની પ્રોસેસ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.
લોભિયા લોકો જાળમાં ફસાઈ જાય છે
સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા દ્વારા વારંવાર નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે હાલના સંજોગોમાં સાઈબર ક્રાઈમનો રેટ વધી ગયો છે. અજાણ્યા નંબર પરથી લોભામણી જાહેરાતો આપીને લોકોને ઠગવા માટે ધૂતારાઓ સતત પ્રયાસો કરે છે ત્યારે આવા ઠગ લોકોની લાલચમાં નહી આવવા વારંવાર પોલીસ દ્વારા જાહેરાતો કરવામાં આવે છે પણ લોભીયા લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે.