સરઢવ કલોલ રોડ પર રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ તેની સાથે જારકર્મ આચરનાર પરિણિત શખસને અત્રેની કોર્ટે તકસીરવાર ઠેરવી 20 વર્ષ કેદની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત કોર્ટે સગીરાને ચાર લાખનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.


આ મામલે પાટણના સાંતલપુરના પરસુદ ગામના રહિશ ગુલાબસંગ મેવાજી ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોેધાઇ હતી. આ શખસે બનાવના દિવસે કલોલ સરઢવ રોડ પર રહેતી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ તેને સાયલા ડિસા જેવા વિવિધ સ્થળે ફેરવી જારકર્મ આચર્યુ હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. બનાવ સમયે સગીરાની ઉંમર 16 વર્ષ બે માસની હતી. આ મામલે ગુલાબસંગ ઠાકોર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની પોક્સો સહિતની વિવિધ કલમ હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યુ હતું. બનાવ સમયે ગુલાબસંગ પરિણિત હતો અને તેને સંતાનો પણ છે. આ કેસ ગાંધીનગરના સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકિલએ આરોપીને સખતમાં સખત સજા કરવા દલીલ કરી હતી.


  • Follow us on: