પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે,તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે અને વકફ બોર્ડને લઈ મોટી વાત કહી છે,તેમણે કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે,અને ચાબકા મારતા કહ્યું કે,નહેરુએ 123 સંપત્તિઓ વક્ફ બોર્ડને સોંપી હતી.મુસ્લિમો જે જગ્યાએ નમાજ પઢે તે જમીન વક્ફની થઈ જાય તેવી વાત તેમણે ઉચ્ચારી હતી.
મુસ્લિમો જે જગ્યાએ નમાજ પઢે તે જમીન વક્ફની થઈ જાય : ફતેસિંહ ચૌહાણ
કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જાહેરમાં કહ્યું હતુ કે,મુસ્લિમો જે જગ્યાએ નમાજ પઢે તે જમીન વકફની થઈ જાય તેવું ના હોય તો વધુમાં તેમણે કહ્યું કે,વક્ફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું છે,કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે,કોંગ્રેસ ક્યારેય હિંદુઓ માટે એક શબ્દ બોલી નથી અને કોંગ્રેસે યુપી, બિહારમાં સરકારી રુપિયાથી મસ્જિદો બનાવી તેમજ કોંગ્રેસે એક પણ મંદિરની ઈંટ નથી મૂકી તો કુંભના મેળા જોઈ કોંગ્રેસને લાગ્યું હિંદુઓ જાગ્યા છે.
વકફના કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે
વકફ સુધારા બિલને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે, વકફ સુધારો બિલ હવે કાયદો બની ગયો છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે.સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વકફ સુધારા બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. અગાઉ લોકસભામાં તેની તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા હતા. બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષોના નેતાઓએ તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને બિલ પાછું ખેંચવાની અપીલ કરી હતી. આ બિલ અંગે સરકારનો દાવો છે કે તે વકફ વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સમાવેશને પ્રોત્સાહન આપશે. ગરીબ મુસ્લિમો જેઓ તેમના અધિકારોથી વંચિત હતા તેઓને તેમનો હક્ક મળશે. દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.









