કાલોલ શહેરના હાઈવે સ્થિત નવાપુરા વિસ્તારના પ્રવેશદ્વાર ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી વલ્લભ દ્વારનું નવનિર્માણ કરાયું છે, જેના નિર્માણ અને રંગરોગાનને અંતે ગોવર્ધનનાથજી હવેલીના ગાદીપતિ પૂ. અભિષેકલાલજી મહારાજના આશીર્વાદથી તેમના હસ્તે જગતગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને સમર્પિત શ્રી વલ્લભદ્વારનું અનાવરણ આજે સોમવારે સવારે ધામધૂમથી કરાયું હતું. જેમાં સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા શ્રી વલ્લભ દ્વારના અનાવરણ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂ.અભિષેકલાલજી મહારાજે જણાવ્યું હતું કે, વૈષ્ણવ સંપ્રદાયના ઈતિહાસમાં વિશ્વમાં સૌપ્રથમ શ્રી વલ્લભ દ્વારની સ્થાપના કાલોલ નગરમાં થતાં સમસ્ત વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો હતો. આ પ્રસંગે મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભ દ્વારની રાજસ્થાની મેવાડી ડિઝાઇન મહારાજ દ્વારા કરવામાં આવી છે.



  • Follow us on: