કલોલના હાઈવે ઉપર જોગણી માતાના મંદિર સામે હોસ્પિટલની કન્સ્ટ્રકશન સાઈટ ચાલી રહી છે. ત્યારે વરસાદ પડતા તેના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે કન્સ્ટ્રકશન સાઈટ દ્વારા બેઝમેન્ટમાં ભરાઈ રહેલા પાણીનો નિકાલ હાઈવેના સર્વિસ રોડ ઉપર કરવામાં આવ્યો હતો. જેના કારણે રોડ ઉપર પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.


કલોલના હાઈવે ઉપર જોગણી માતા મંદીરની સામેની સાઈડમાં ખાનગી હોસ્પીટલનું કામ ચાલી રહ્યું છે. કન્સ્ટ્રકશન સાઈટના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આ કન્સ્ટ્રકશન સાઈટના કોન્ટ્રાક્ટરો દ્વારા બેઝમેન્ટમાં ભરાઈ રહેલા વરસાદી પાણીનો નિકાલ હાઈવે ઉપરના સર્વિસ રોડ પર કરવામાં આવ્યો હતો. જેના કારણે સર્વિસ રોડ ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. આ બાબતે ટોલ રોડ ના અધિકારીઓ દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ ઉપર જઈને પાણી કેમ છોડયું છે તે બાબતે પૂછપરછ કરતાં કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. ત્યારે નાગરિકોની હાલાકીને જોતા પગલાં લેવાય તે ઈચ્છનિય છે.


  • Follow us on: